તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી વિનયન અને વાણિજય કોલેજ જામખંભાળીયાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જામ-ખંભાળીયામાં આવેલ સરકારી વિનયન અને વાણિજય કોલેજનો વાર્ષિક ઉત્સવ નગરપાલીકા હોલ, જામખંભાળીયામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ ગણેશ સ્તૃતિ કરવામાં આવી. એફ.વાય./એસ.વાય./ટી.વાય. બી.કોમના વિધાર્થીઓએ શૈક્ષણિક રીતે સિધ્ધિઓ પાપ્ત કરેલ તેમને મહાનુંભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે, સમુદાયક સેવાધારા, જ્ઞાનધારા, નાટયધારા, ગીત સંગીત નૃત્ય ધારા, સપ્તધારા, રંગ કલા કૌશલ્ય ધારા, વ્યાયામ યોગ ખેલકુદ ધારા, સર્જનાત્મક અભિવ્યકિત ધારા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ શ્વેતાબેન શુકલ, કોલેજના આધ્યાપકો તેમજ કોલેના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોલેજના આચાર્ય જસ્મીનાબેન સારડાએ કર્યું હતું અને આભાર વિધી ડો.પી.આર.ગઢવીએ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો