તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડ અને લાલપુરમાં એક ઇંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લામાં ગુરૂવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કાલાવડ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.જામનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું.જામજોઘપુર,જોડિયા અને ધ્રોલમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.

જામનગર શહેર-જિલ્લામાં ભાદરવા મહીનાએ અસલ મિજાજ બતાવતા બપોરના સમયે અસહ્ય તાપથી લોકો અકળાઇ ઉઠયા છે.આ સ્થિતિમાં ગુરૂવારે સવારે ગરમી અને બફારા બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આકાશમાં કાળા ડીંબાગ વાદળો છવાયા હતાં.સાંજે સાંજે 4 થી 6 દરમ્યાન કાલાવડ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે જામજોઘપુર,ધ્રોલ અને જોડિયામાં પણ હળવા ઝાપટા વરસ્યા હતાં.જામનગરમાં સાંજે જોરદાર ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...