તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાપામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક હાપામાં રહેતી એક પરીણીતાએ ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાનનો પ્રયાસ કરતા દાઝી જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિ.માં ખસેડાઇ હતી.ભોગગ્રસ્તના પતિએ આઠેક શખ્સો પાસેથી આઠેક લાખથી વધુ રકમ વ્યાજે લીધી હોવાથી તેની પઠાણી ઉધરાણી મામલે ત્રાસના કારણે મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે. તમામ સામે મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હાપામાં વેલનાથ સોસાયટીમાં રહેતી સવિતાબેન ભરતભાઇ ઝીંઝુવાડીયાની પરીણીતાએ ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપીને અગ્નિસ્નાન કરી લેતા દાઝી જવાથી તાકીદે સારવાર માટે જી.જી.હોસ્પીટલમાં ખસેડાઇ હતી. આ બનાવની પંચે પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ હોસ્પીટલ ખાતે દોડી આવી હતી. ભોગગ્રસ્ત મહીલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, પતિએ જુદા જુદા આઠેક શખ્સ પાસેથી આઠેક લાખથી વધુ રકમ વ્યાજે લીધી હતી.જેનુ સમયાંતરે વ્યાજ ચુકવ્યું હતું. જો કે, આમ છતા વ્યાજ સાથે મુદલની પઠાણી ઉઘરાણી મામલે ફોનમાં ગાળો ભાંડી અપાતા ત્રાસના કારણે આ પગલુ ભર્યાનુ જણાવ્યુ હતુ. ફરીયાદ પરથી પોલીસે યુવરાજસિંહ, રાજદિપસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, હંસાબેન નાનજીભાઇ, યુસુફ દલ, જીતુ નાનજીભાઇ, હરપાલસિંહ ઝાલા અને જયદિપસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...