કાલાવડના ખડધોરાજીમાં ગાળો બોલવાની ના પાડતા યુવાન પર હુમલો

Jamnagar News - an attack on a young man who refuses to speak out in the pitfalls of kalavad 063518

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતા એક યુવાને સરાજાહેર ગાળો બોલતા શખ્સને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામે રહેતા રમેશભાઇ વાલજીભાઇ બગડા નામના યુવાને પોતાના પર છરી વડે હુમલો કરી હાથ અને પેટના ભાગે ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ વિજય બુધાભાઇ કટારીયા સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાકીદે પ્રાથમીક સારવાર માટે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડાયો હતો.

ઇજાગ્રસ્ત રમેશભાઇ બગડાએ સરાજાહેર ગાળો બોલવાની ના પાડી આ મામલે ટપારતા એકદમ ઉશ્કેરાઇ જઇ સામાવાળાએ નેફામાંથી છરી કાઢી જીવલેણ હુમલો કરી હાથની આંગળી અને પેટના ભાગે ગંભીર ઇજા પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનુ પણ પોલીસ ફરીયાદમાં જણાવાયુ છે.

X
Jamnagar News - an attack on a young man who refuses to speak out in the pitfalls of kalavad 063518

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી