તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકીયામાં એમ્બ્યુલન્સે 4 મહિલાને કચડી, 1નું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ નજીક વાંકીયા ગામે બુધવારે મોડી સાંજે રસ્તો ઓળંગતી ચાર મહીલાને પુરપાટ વેગે દોડતી એમ્બ્યુલન્સે ઠોકરે ચડાવતા ચારેયને ઇજા પહોચતા તાકિદે સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં ગંભીર ઇજાગ્રસ્ત પ્રૌઢાએ ટુંકી સારવારમાં દમ તોડયો હતો. મૃતક સહીત ચારેય મહીલા લગ્નમાં વાંકિયા ગામે આવી હતી જયાંથી પરત જતા અકસમાત નડયો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ધ્રોલ તાલુકાના વાંકીયામાં બુધવારે મોડી સાંજે નીરૂબેન ચુનીલાલ ભોરણીયા ઉપરાંત તેના બેન નર્મદાબેન પ્રાણજીવનભાઇ અઘેરા, રશીલાબેન નાથાલાલ અને કમળાબેન હરીલાલ સહીચ ચારેય મહિલાઓ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહયા હતા જે વેળા પુરપાટ વેગે દોડતી એકએમ્બ્યુલન્સના ચાલકે તેઓને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ચારેય મહીલાને નાની મોટી ઇજા પહોચતા તમામને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં ટુંકી સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત નિરૂબેન (ઉ.વ.52)નુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય ત્રણેય મહીલાને સારવાર અપાઇ રહી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.રાજકોટમાં દોશી હોસ્પીટલ નજીક ગુરૂપ્રસાદ સોસાયટીમાં રહેતા મૃતક પ્રૌઢા,તેના બહેન સહીત ચારેય મહીલા વાંકિયા ગામે સંબંધીના લગ્નપ્રસંગમાં આવી હતી ત્યારબાદ મોડી સાંજે ધોરીમાર્ગ ક્રોસ કરતી વેળા જીવલેણ અકસ્માત નડયો હોવાનુ સામે આવ્યુ છે.

આ બનાવની રાજકોટમાં રહેતા બ્રિજેશભાઇ ચુનીલાલ ભોરણીયાની ફરીયાદ પરથી ધ્રોલ પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ. વિક્રમભાઇ બકુત્રાએ હાથ ધરી છે.

રાજકોટની ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનુ ટુંકી સારવાર દરિમયાન મોત નિપજ્યું, અન્ય ત્રણ વ્યકતિને ઇજા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો