દ્વારકા જિલ્લાની તમામ શાળાઓની ચકાસણી કરી રિપોર્ટ આપવા તાકીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણબોર્ડે દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓની તપાસ કરીને નિયત સમયમાં રિપોર્ટ રજુ કરવા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. તેમજ ભૌતિક સુવિધાઓની માહિતી આપવાની રહશે. અમાન્ય શાળા અને નિયમોની ઐસીતૈસી કરીને ચાલતી શાળા અંગેની અનેક ફરિયાદોને ધ્યાને લઇને આ આદેશ કર્યો છે. દ્વારકા જિલ્લામાં નિયમોને નેવે મુકી અનેક શાળાઓ ચાલી રહી છે.જે શાળાઓ સામે સ્થાનિક શિક્ષણવિભાગ પગલા લેશે કે કેમ તે રિપોર્ટ બાદ જ બહાર આવશે.

શિક્ષણ વિભાગ શાળાઓને માન્યતા આપ્યા બાદ શિક્ષણ વિભાગે મુકેલી શરતોનું પાલન ન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય ઉપરાંત રમતનું મેદાન,શાળાની મિલ્કત ભાડાની છે કે ટ્રસ્ટની માલીકીની, જે સ્થળ પર શાળાની માન્યતા હતી તે જ સ્થળ પર શાળા છે કે કેમ? બિલ્ડિંગમાં કેટલી શાળા ચાલે છે. જે તમામ માહિતીની ચકાસણી કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરિને રિપોર્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે. દ્વારકા જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી (ધો.9 થી 12 માત્ર) 180 શાળા છે.જે તમામ માહિતી એકત્રિત કરી આધારો સાથેનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ બોર્ડ સમક્ષ રજુ કરાશે.

તપાસમાં આ વિગત ધ્યાને લેવાશે
જિલ્લાની તમામ શાળાઓમાં કેટલા વર્ગખંડો અને પ્રયોગશાળા છે.તેની રિપોર્ટમાં ખાસ માહિતી આપવાની રહેશે.તેમજ શાળામાં કન્યા અને કુમારના અલગ શૌચાલય છે કેમ?તેમજ શાળામાં રમતગમતનું મેદાન આવેલું છે કેમ તે અંગેની માહીતી આપવાની રહશે.જો કે,જિલ્લાની અનેક શાળાઓમાં રમત ગમતના મેદાનનો અભાવ છે.ત્યારે જોવાનું એ રહ્યું કે રિપોર્ટમાં શું દર્શાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...