નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં સર્વરોગ નિદાન કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | પંચવટી કો. ઓ. હા. સો. લી. તથા શકિતદળ સેવા ટ્રસ્ટ, લાયન્સ કલબ (સેન્ટ્રલ), લાયન્સ કલબ (ઇસ્ટ) સહયોગી સંસ્થાઓ દ્વારા નર્મદેશ્વર મહાદેવ મંદિર પંચવટી સોસાયટીમાં તા. 2 જુનના સવારે 9 થી 12 દરમિયાન નિ:શુલ્ક સર્વરોગ નિઘન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. સુરેશ ઠાકર બાળકાે અને નવજાત બાળકોને તપાસશે, ડો. ગાયત્રી ઠાકર જોખમી પ્રસંતિ, વ્યંઘત્વ, કોથળી, ગર્ભાશય કે આેવરીના રોગોની સ્ત્રી દર્દીઓ તથા વ્યંઘત્વ વાળા પુરૂષને તપાસશે, ડો. કેયુર બક્ષી બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હદયરોગ અને અન્ય રોગીઓને તપાસશે, ડો. દિનેશ ત્રિવેદી દાંત અને મોઢાના રોગીઓને તપાસીને સલાહ આપશે તો રજીસ્ટ્રેશનો સમય સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 રાખવામાં આવ્યો છે તો તેના માટે ફોન નં. 2510077, 2557197 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...