તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને ડરાવવા એરગનથી ભડાકો કર્યાનુ ખુલ્યુ, બે ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં ઇન્દીરા માર્ગ પર ગંજીવાડા નજીક ફોરેસ્ટ ઓફિસ પાસે રોડ પર બુધવારે રાત્રે ફાયરીંગની અફવાથી પોલીસ ટુકડી દોડી ગઇ હતી.જોકે,પ્રારંભિક તપાસમાં જ એરગેનથી ભડાકો(અવાજ) થયાનુ સામે આવ્યુ હતુ.જુના મનદુ:ખના કારણે યુવાનને એરગન અને છરી બતાવી ધમકી આપવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી બંને આરોપી શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા.

જામનગરમાં ઇન્દીરા માર્ગ નજીક ફોરેસ્ટ ઓફિસ સામે મહેશ્વરીનગર વિસ્તારમાં રહેતા કૃનાણ ડાયાભાઇ મકવાણા નામના શ્રમીક યુવાને પોતાને જુના મનદુ:ખના કારણે ફોનમાં ગાળો ભાંડી ધમકી ઉચ્ચારી કરણે એરગન લઇ આવી તાંકીને ઘોડો દબાવી અવાજ(ભડાકો) કરી ડરાવવાના પ્રયાસ અને પિયુષએ છરી સાથે મારવા દોડીને ધમકી આપ્યાની ફરીયાદ સીટી બી પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ ફરીયાદના આધારે સીટી બી પોલીસની ટીમે ત્વરીત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે એરગન તાંકીને છરી બતાવીને ધમકી આપવા અંગેના પ્રકરણમાં બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા અને એરગન પણ કબજે કરી હતી.અત્રે ઉલ્લેખની છેકે, બુધવારે રાત્રે કથિત ફાયરીંગ થયાની અફવા વહેતી થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.જયારે સ્થળ પર સ્થાનિક વસાહતીઓ પણ એકત્રીત થયા હતા.જોકે,પ્રારંભિક તપાસમાં જ ભડાકો એરગનનો હોવાનુ સામે આવ્યુ હતુ.

આરોપી બેલડીને દબોચી લેતી પોલીસ,બંને સામે ગુનો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો