તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસના આયામોના લોકાર્પણ કરાવતા કૃષિમંત્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં અંદાજીત રૂા.111.54 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા કરવામાં આવ્યું હતંુ. આ કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યની 10% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થશે.

ગુજરાત રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જામનગર શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.8માં જનતા સોસાયટી, કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, હરીયા કોલેજ પાછળ, કૈલાશ નગર શેરી નં.4માં આવેલ કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, નારાયણ નગર કોમન પ્લોટમાં આગળ તેમજ સાઈડના ભાગમાં સી.સી.બ્લોક, વ્રજધામ સોસાયટી શેરી નં.1-2માં સી.સી.રોડ, વોર્ડ નં.15માં સુભાષ પાર્ક પાસે, કેનાલના કાંઠે મેઈન દુકાનવાળા રોડ પર સી.સી.રોડ, વોર્ડ નં.16માં પટેલ પાર્ક, શેરી નં.1માં સી.સી.રોડ, શેરી નં.2 ડો. ભંડેરીના ઘરની સામેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, સરસ્વતી પાર્ક શેરી નં.1માં સી.સી.રોડ, પટેલ પાર્ક શેરી નં.4માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, વૃંદાવન પાર્ક શેરી નં.1માં સી.સી.બ્લોક, પટેલ પાર્ક શેરી નં.8-9ની વચ્ચેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, પટેલ પાર્ક શેરી નં.6માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોક, નવી સાધના કોલોની એમ.આઈ.જી. 360ના ચોકમાં બાકી રહેલ સી.સી.રોડ, સાધના કોલોની એલ/1થી એલ/11 સુધી સી.સી.રોડ, સાધના કોલોની એમ/23 આંગણવાડીવાળા ચોકમાં સી.સી.બ્લોક, સાધના કોલોની એમ/21થી અતુલભાઇના ઘર સુધી સી.સી.રોડ, પટેલ નગર મેઇન રોડમાં સી.સી.રોડ તથા પાણીની પાઈપલાઈનના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવ્યું હતું તથા અમૃત યોજના ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.15ના ગ્રીન સીટી સોસાયટી શેરી નં.12ની સામેના કોમન પ્લોટ નં.બીમાં નવનિર્મિત ગાર્ડન અને તકતી અનાવરણ અને લોકાર્પણ કૃષિમંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ઉપરાંત જામનગર શહેરમાં અનેક લોકઉપયોગી કાર્યો આગામી દિવસોમાં થનાર છે. આમ વિવિધ વોર્ડમાં રૂા. 111.54 લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું મુહર્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...