તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ મેળો | દ્વારકા જિલ્લાના 1500 ખેડૂતે પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આત્મા પ્રોજેક્ટ દ્વારકા, ખેડૂત તાલીમ કેન્દ્ર અને ટી.સી.એસ.મીઠાપુરના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે તા. 10ના લેઉવા પટેલ સમાજ દ્વારકામાં કૃષિ મેળો, પ્રદર્શન અને પાક પરીસંવાદનું આયોજન કર્યું હતું. જેમાં 1500થી વધારે ખેડૂતે કૃષિ મેળાનો લાભ લીધો હતો અને 25થી વધારે સ્ટોલ રાખ્યા હતા. ટી.સી.એસ.આર.ડી.ના અધિકારી મહોબતસિંહ દ્વારા કામગીરી અને તેનાથી ખેડૂતોને ફાયદા અંગે માહિતી આપી હતી.

દ્વારકામાં કૃષિ મેળો કૃષિ પ્રદર્શન અને પાક પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ગીર ગાયનું મહત્વ અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતને થતા ફાયદા અને આરોગ્ય જાળવણીઅંગે માર્ગદર્શન તથા ખેડૂતોને જળ સંચય અને તેની જાળવણી અંગે જાણકારી આપી આવક વધારવા માહિતી આપી હતી તથા ડીડીઓ જાડેજાએ આવક 2022 સુધીમાં બમણી કરવા ખેતીમાં મહિલાઓની કામગીરીને બિરદાવી અને ખેતીની સાથે પશુપાલન અપનાવવા અનુરોધ કર્યો હતો. ડો. કે.પી. બારૈયા દ્વારા ખેડૂતોને પાકમાં આવતા રોગ અને જીવાતના સંકલિત નિયંત્રણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ કચેરીમાંથી આવેલ વી.પી. કોરાટ દ્વારા ખેડૂતોને ં દવા અને ખાતરના બનતા ઓછા અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી ખર્ચ ઘટાડી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા ભલામણ કરી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.એ.કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ દ્વારકા ડીપીડી સુભાષ પટેલ, જયેશ સંઘાણી, જીગ્નેશ પટેલ અને તાતાના સોમત ગોજીયા, આત્માના સ્ટાફ સહિતનાઓ દ્વારા આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો