જામનગરમાં રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા માઁ સરસ્વતીની આરાધના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: રાધિકા એડ્યુકેર સ્કૂલમાં વસંતપંચમી નિમિત્તે ધો. 10 ના વિદ્યાર્થીઓએ તેમજ તેનાં માતા-પિતાને આમંત્રિત કરી તેઓ દ્વારા માઁ સરસ્વતીને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી. ધો. 1 થી 9 ના વિદ્યાર્થીઓને પણ પુસ્તકની પૂજા અને સરસ્વતી માતાની આરાધના ક્લાસટીચર દ્વારા કરાવવામાં આવી હતી. આ તકે જૈન એડ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન ભરતેષ શાહ, ટ્રસ્ટી માયા શાહ, અતુલ શાહ, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય તથા એકેડેમીક હેડ રિચા સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...