તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતાપરમાં ભાઇ સાથે ફટાકડા ફોડતા અકસ્માતે દાઝી જતાં તરુણીનું મૃત્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર તાલુકાના સતાપર ગામે દિપોત્સવી પર્વ ટાંકણે જ ભાઇ સાથે ફટાકડા ફોડતી વેળા અકસ્માતે દાઝી ગયેલી તરૂણીનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધપુર તાલુકાના સતાપર ગામે રહેતી શિલ્પાબેન કાનજીભાઇ શંખેસરીયા (ઉ.વ.16) નામની તરૂણી દિવાળી તહેવારો ટાંકણે ગત તા.27ના રોજ મોડી સાંજે ઘર પાસે પોતાના ભાઇ સાથે ફટાકડા ફોડતી હતી જે વેળા ફટાકડાને સળગાવીને પાછળ કુદવા જતા અકસ્માતે ફટાકડો ફુટીને પહેરેલા કપડા પર પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી.

આથી તેણીને તાકીદે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં લગભગ દશેક દિવસની સારવાર દરમિયાન દેવ દિવાળી પર્વે તા.8ના રોજ તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની કાનાભાઇ જેરામભાઇ શંખેસરીયાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટુકડી દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી.જયારે નાના એવા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...