તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવડી ગામે રાત્રી ગ્રામ સભા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જોડિયાના વાવડી ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રીના ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જોડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ ભાવેશભાઈ, તલાટી કમ મંત્રી, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં. ગ્રામજનો દ્વારા જુદા-જુદા આઠથી દસ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં જેમાં મુખ્યત્વે વાવડીથી ફલ્લાનો રસ્તે નવો બનાવવો અને રસ્તાની પહોળાઇ વધારવી, વાવડી ગામમાં આવેલ જીઇબીની 11 કેવી લાઇન ગામતળમાંથી પસાર થતી હોય તેને અન્ય જગ્યાએ ખસેડવી, ગામમાં કરવામાં આવેલી સર્વે પ્રમાણસરની કામગીરી ખસેડવી, ગામમાં કરવામાં આવેલી સર્વે પ્રમાણસરની કામગીરી રહેલ ક્ષતિઓ દુર કરવી તથા રીસર્વ કરાવવું સહિતના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રાંત અધિકારીએ ગ્રામજનોને બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...