તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એ. કે. દોશી મહિલા કોલેજમાં ‘વોટરહેલ્પ લાઈન’ એપ્લિકેશન અંગે કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતીય વિદ્યાભવન સંચાલિત એ. કે. દોશી મહિલા કોલેજમાં કોલેજના આચાર્યા ડૉ.ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના ઉપક્રમે અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત મતદાર ઓળખકાર્ડ વેરીફાઈ કરવા માટેની એપ. વોટર હેલ્પલાઈનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિષય પર એક કાર્યક્રમ યોજવામાં આવ્યાે હતો. જેમાં ના.મામલતદાર વિરભદ્રસિંહ રાઠોડ, ભુપેન્દ્રસિંહ જાડેજા, ડી,સી.ગોહિલ, કોલેજના કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મામલતદાર વિરભદ્રસિંહ રાઠોડે પ્રેઝન્ટેશન દ્વારા ‘વોટરહેલ્પ લાઈન’ એપ્લીકશન અંગે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જિતેન્દ્ર સોઢા અને કેમ્પસ એમ્બેસેડર રિધ્ધિ મહેતાની દેખરેખ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...