રવિવારે ક્ષત્રિય વાઘેર સમાજના 121 નવદંપતીનો શાહી લગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના આંગણે વિરમભા અાશાભા માણેક પરિવાર દ્વારા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 20માં સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજક કરવામાં આવ્યું છે. આગામી તા.16 રવિવારે સનાતન સેવા મંડળ, રેલવે સ્ટેશન રોડ, દ્વારકા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં ક્ષત્રિય વાઘેર સમાજના 121 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. અા તકે સત્કાર સમારોહ, ભોજન સમારોહ, દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાશે.

આ પાવન પ્રસ઼ંગે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય મહારાજના અંગત સચિવ દંડીસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, પૂ.કનકેશ્વરીદેવીજી, સ્વામી કેશવાનંદજી મહારાજ, સુબોધાનંદજી મહારાજ, મહંતબાપુ ગુરુ દયારાબાપુ, સ્વામી શ્યામાનંદજી મહારાજ, સંત બહ્મમુનીબાપુ , પૂ. શાસ્ત્રી સ્વામી પ્રેમજીવનદાસજી, સ્વામી ચંદ્રપ્રસાદદાસજી, જીવણનાથબાપુ ગુુરુ કરણનાથબાપુ, મહંતબજરંગદાસ મહારાજ, સવામી ગોવિંદપ્રસાદદાસજી સાર્દુરભા માનસિંગભા માણેક સહિતના સંતો-મહંતો પધારી નવદંપતીઓને સુખી લગ્નજીવના આશિર્વાદ આપશે. સમૂહ લગ્નના મુખ્ય આયોજક તરીકે ધારાસભ્ય પબુભા માણેકના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન પદે માંડણભા માણેક રહ્યા છે.આ કાર્યક્રમમાં પધારવા માણેક પરિવાર દ્વારા તમામ સમાજના લોકોને અનુરોધ કરાયો છેે.

દ્વારકામાં વીરમભા આશાભા માણેક પરિવાર દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...