જામનગરમાં ઘણીમાતંગ દેવના જન્મ જયંતિ અવસરે શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ઘણીમાતંગ દેવના 1267 માં જન્મ જંયતિ ઉત્સવના શોભાયાત્રા નીકળશે.આ માટે મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.શોભાયાત્રના સમાપન બાદ ભોજન પણ રાખવામાં આવ્યું છે.

સમસ્ત મહેશ્વર મેઘવાર સમાજના આરાધ્ય દેવ ધણીમાતંગ દેવના 1267 માં જન્મ જંયતિ ઉત્સવ નિમિતે શહેરના મુખ્ય રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા.12 ના કરવામાં આવ્યું છે.શોભાયાત્રા સવારે 9.30 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તાથી પ્રસ્થાન કરી એસ.ટી રોડ,જોલી બંગલો,ખંભાળિયા ગેઇટ,હવાઇ ચોક,ચાંદી બજાર,દિપક ટોકીઝ,ટાઉન હોલ,ત્રણ બતી,બેડી ગેઇટ,કે.વી.રોડ,મહેશ્વરીનગર,નાગનાથ સર્કલ,સોનાપુરી,બુધ્ધનગર,સૈફી ટાવર,નાગેશ્વર વિસ્તારમાં આવેલી સંત ખેતા ભગતની જગ્યા નાગેશ્વર કોલોનીમાં પૂર્ણ થશે.શોભાયાત્રાના સમાપન બાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.શોભાયાત્રામાં શહેર-જિલ્લામાંથી સમસ્ત મહેશ્વરી સમાજના ધર્મગુરૂ, ભાઇઓ-બહેનો વાહનો,ડી.જે.,ઢોલ નગારા સાથે જોડાશે.જામનગર શહરેના રાજકીય અગ્રણીઓના હસ્તે પૂ. ધણી માતંગ દેવને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.તેમ શોભાયાત્રાના સંયોજક દેવશી ધુલિયાની અખબારી યાદીમાં જણાવાયું છે.

શોભાયાત્રનો પ્રદર્શન મેદાનેથી ભવ્ય પ્રારંભ થશે

મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા ચાલતી તડામાર તૈયારી


અન્ય સમાચારો પણ છે...