Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પુલ પરથી પટકાયેલા યુવાનના પેટમાં લાકડાંનો ટુકડો ઘૂસ્યો, મોત
દેવભુમિદ્વારકા જિલ્લાના રાવલ પંથકમાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં રાહદારી યુવાને જીવ ગુમાવ્યાનો બનાવ બહાર આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.મૃતક યુવાન રોડ પર પગપાળા પસાર થઇ રહયો હતો જે વેળાએ રીક્ષા પાછળ બાંધેલુ મિલર મશીન છુટ્ટુ પડી તેની સાથે ટકરાતા પુલ પરથી નીચે પટકાતા પેટમાં લાકડાનો ટુકડો ધુસી આરપાર નિકળી જતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર ખાત રહેતા કારૂભાઇ હિરાભાઇ કાગડીયા (ઉ.વ. 32) નામનો યુવાન નદીના બેઠા પુલ પરથી પગપાળા પસાર થઇ રહયો હતો જે વેળાએ રોડ પર પસાર થતા રીક્ષા પાછળ બાંધેલુ મિલર મશીન છુટ્ટુ પડી તેની સાથે ટકરાતા પુલ પરથી નીચે પટકાયો હતો જે વેળાએ તેના પેટમાં લાકડાનો ટુકડો ધુસી આરપાર નિકળી જતા ઘટનાસ્થળે જ તેનુ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતુ.
પોલીસે મૃતદેહનો કબજો સ઼ભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.