બીમારીમાં ખબર પૂછવા ન આવતા માતા-પુત્ર પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર તાલુકાના ગાગવા ગામે રહેતા માતા-પુત્ર પર છ શખ્સે છરી, પાઇપ અને લાકડી વડે હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલા પ્રૌઢને પણ માર મારતા ત્રણેય ઇજાગ્રસ્તને તાકિદે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયારે સામાપક્ષે પણ ફરીયાદની તજવિજ હાથ ધરાયાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના ગાગવા ગામે રહેતા ભરતભાઇ જેન્તીભાઇ ગુઢકા નામના પ્રૌઢે પોતાના પર તેમજ ધર્મના બહેન ઝરીનાબેન અને તેના પુત્ર અમીન પર છરી, લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ત્રણેયને માથા સહીત શરીરના ભાગે ઇજા પહોચાડયાની ફરીયાદ ઇશાભાઇ, યુનુશ ઇશાભાઇ, નસીમબેન અસરફભાઇ,અશરફ જુમાભાઇ,હારૂન જુમાભાઇ અને રફીક હુશેનભાઇ સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા માતા-પુત્ર અને પ્રૌઢને તાકીદે સારવાર માટે 108ની ટીમ દ્વારા જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ બનાવમાંની ઇજાગ્રસ્ત ભરતભાઇ ગુટકાની ફરીયાદ પરથી પોલીસે મહીલા સહીત છ સામે ગુનો નોંધ્યો છે.ઇજાગ્રસ્ત ભરતભાઇના ધર્મના માતા ફાતમાબેન તેના સગાભાઇ જુમાભાઇની બિમારીએ વેળાએ ખબર કાઢવા ગયા હોય જે બાબતના મનદુ:ખના કારણે ઉગ્ર બોલાચાલી સાથે ઝઘડો કરી ઝરીનાબેનને સામાવાળા માર મારતા હોવાથી તેનો પુત્ર અને ધર્મના પ્રૌઢ વયના ભાઇ વચ્ચે છોડાવવા જતા ત્રણેય પર તમામ છ શખ્સોએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.આ બનાવમાં સામાપક્ષે ફરીયાદની તજવિજ હાથ ધરાયાનુ બહાર આવ્યુ છે.