તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર વનવિભાગ દ્વારા હેલ્પલાઈન સેન્ટર શરૂ કરાયા, કરુણા એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નં. 1962

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરૂણા અભિયાન-2019 તા. 10 થી 20 દરમિયાન રાજયમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. આ પતંગ ઉત્સવ દરમિયાન કોઇ પણ પક્ષીને ઇજા પહોંચે તો તેની સારવાર મળી રહે તેવા હેતુથી જામનગર વન વિભાગ દ્વારા નીચે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે તંત્ર દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

પંતગ ઉત્સવ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થવાના અને મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આ બનાવો નિવારવા માટે તથા ઈજા પામેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા છેલ્લા બે વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

તમામ શહેરોમાં કરૂણા એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નં. 1962 છે ત્યારે જામનગર વન વિભાગ દ્વારા હેલ્પ લાઇન સેન્ટર શરૂ કરવામાં અાવ્યું છે. જેમાં જામનગરમાં ડી.એ.ગોસાઈના નં. 97731 05883, બી.સી.ડાભીના 75749 50198, એન.એન.જોષીના 75749 50196, કાલાવડના બી.એન.મકવાણાના 96248 92334, ધ્રોલના જે.જે.ભોરણીયાના 99252 57876 તથા એચ.એન.કંટારીયાના 7990168440, જોડીયાના પી.ટી.શીયાણીના 8980029325, જામજોધપુરમાં એચ.એન.પરમારના 94272 41270 તથા જે.એમ.સાદીયાના 96385 43524, લાલપુરમાં જે.જે.ભોરાણીયાના 99252 57876 તથા એમ.એલ.કરમુર 79907 04867 અને બી.પી.જાડેજાના 99095 85985 ઇન્ચાર્જ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ઉપરાંત જામનગરમાં સર પીટર બર્ડ સ્કોટ હોસ્પિટલ 75740 00108 અને એનીમલ હેલ્પલાઈન નં. 92275 55108 પર ઘાયલ પક્ષીઓની જાણ કરવા જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને નાયબ વન સરંક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી પક્ષીઓની તાત્કાલીક સારવાર કરી શકાઇ.

અન્ય સમાચારો પણ છે...