તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતાપર ગામમાં ચિકનગુનિયાથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર નજીક સતાપર ગામે રહેતી યુવતિએ ચિકનગુનિયાથી કંટાળી એસિડ પી જીવાદોરી ટુંકાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે. રાજકોટની ખાનગી બાદ સરકારી હોસ્પીટલમાં પાંચ દિવસની સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.

જામજોધપુર તાલુકાના સતાપર ગામે રહેતી યાજ્ઞીકાબેન બાવનજીભાઇ સોંદરવા (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા.4ના રોજ સવારે પોતાના ઘરે ઓસરીમાં બાથરૂમ સાફ કરવાનુ એસિડ પી જતા તેને સારવાર અર્થે ઉપલેટાની હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી.જયાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલ અને બાદમાં સીવીલમાં ખસેડાઇ હતી.જયાં પાંચેક દિવસની સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

બનાવની મૃતકના પિતા બાવનજીભાઇ સોંદરવાએ જામજોધપુર પોલીસને જાણ કરતા એએસઆઇ એમ.એલ.જાડેજા સહીતની ટીમ દોડી ગઇ હતી.મૃતક યુવતિને છેલ્લા દશ-બાર દિવસથી ચિકનગુનિયા લાગુ પડયા બાદ સારૂ ન થવાથી કંટાળીને આ પગલુ ભરી લીધાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.આ બનાવની વધુ તપાસ જામજોધપુર પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...