તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા લખાયેલા પુસ્તકનું આજે વિમોચન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | હોમગાર્ડઝમાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ, ગવર્નર એવોર્ડ, પરશુરામ ગોલ્ડ મેડલ સહિતના અનેક મેડલ અને પુરસ્કાર મેળવી ચુકેલા જામનગરના પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ આર.એસ. ભટ્ટ દ્વારા લખાયેલા હોમગાર્ડઝ નિષ્કામ કામગીરી ભાવના પુસ્તકનું વિમોચન તા. 12ના સાંજે 4.45 વાગ્યે શાસ્ત્રી દલપતરામ હરખજી ત્રિવેદી, મોઢ બ્રાહ્મણની જ્ઞાતિની વાડી રાધાકૃષ્ણ પાર્કમાં કાર્યક્રમનું આયાેજન કરવામાં આવ્યંુ છે. પુસ્તકમાં 1947 થી 2019 સુધીના જામનગર હોમગાર્ડઝના જવાનોનો ઇતિહાસ, 1965, 1971 અને મચ્છુ પુર હોનારતમાં હોમગાર્ડઝ દ્વારા કરાયેલી કામગીરી, જવાનોએ મેળવેલા મેડલો સહિતનું આલેખન કરવામાં આવ્યું છે. મોટી હવેલીના પ.પૂ. ગો. 108 વલ્લભરાય મહોદય આ પુસ્તકનું વિમોચન કરશે તથા રાજયના અન્ન અને પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કૌશિકભાઇ ત્રિવેદી, મેયર હમસુખભાઇ જેઠવા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, નયનાબેન માધાણી, િજલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડી, બિપીનભાઇ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો