તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુરંગા પાસે ખાનગી કંપનીમાંથી 48,000ની ચોરીમાં 5 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા જિલ્લાના કુરંગા નજીક ખાનગી કંપનીમાં દિવાલ ટપીને અંદર ધુસેલા તસ્કરો રૂ.48 હજારની કિંમતનો આઠસો કિલો જેટલા લોખંડના મટીરીયલ્સની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઇ હતી.જેમાં ભાટીયા પોલીસે ચોરાઉ માલસામાનની હેરાફેરી કરતા પાંચ શખ્સોને પકડી પાડી સામાન અને રીક્ષા સહીતની મતા કબજે કરી હતી. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા નજીક કુરંગા પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના પટાંગણમાં દશેક ફુટ ઉંચી દિવાલ ટપીને કોઇ તસ્કર અંદર ધુસ્યા હતા ત્યારબાદ સીમ્પલેકસ અને એચરેક યાર્ડ પાસે રાખવામાં આવલા સામાન પૈકી લગભગ આઠસો કિલો જેટલા લોખંડના મટીરીયલ્સ સહીત રૂ.48 હજારની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવ અંગે કંપનીના કર્મચારી જીતેન્દ્રસિંગ ભવાનસિંગ જાટની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

જે દરમિયાન ભાટીયા પોલીસની ટીમને પેટ્રોલિંગ વેળાએ ચોરીમાં સંડોવાયેલા શખ્સો માલસામાનની હેરાફેરી કરી રહયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક રીક્ષા છકડાને અટકાવીને તલાશી લેતા તેમાંથી ચોરાઉ મુદામાલ મળી આવ્યો હતો.આથી પોલીસે રીક્ષામાં સવાર મહેશ ઉર્ફે ગેડીયો મોહનભાઇ રાઠોડ, વાલાભા મુરૂભા, રામસંગભા ઉર્ફે રામુ મુરૂભા,સુરાભા ભોજાભા અને અજુભા ભોજાભાની અટકાયત કરી હતી.પોલીસે ચોરાઉ માલસામાન અને રીક્ષા સહીતની માલમતા કબજે કરી પાંચેય શખ્સોની સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો