તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં ફોરેસ્ટ કોલોનીના કવાર્ટસમાંથી 42,000ની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં ફોરેસ્ટ કોલોનીમાં ગાર્ડ કવાટર્સ નં.3 ખાતે રહેતા ઉર્મિલાબેન પુંજાભાઇ સાદીયાના રહેણાંક કવાર્ટરમાં ગત તા.7 જાન્યુ.થી તા.8 જાન્યુ.ના સમયગાળા દરમ્યાન કોઇ તસ્કર બંધ મકાનના પાછલા દરવાજાની સ્ટોપર તોડીને રસોડામાં પ્રવેશ કર્યા બાદ રૂમમાં ધુસ્યા હતા.જયાં કબાટમાં રાખવામાં આવેલી રૂ.40,000ની રોકડ રકમ ઉપરાંત ચાંદીનો ચેઇન સહીત રૂ.42,000ની મતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

ચોરીના આ બનાવની મકાનમાલિકને જાણ થતા તુરંત જ દ્વારકા પોલીસને માહિતગાર કરાઇ હતી જેના પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ચોરીના આ બનાવની ફોરેસ્ટના કર્મચારી ઉર્મિલાબેન પુંજાભાઇ સાદીયાની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી અજાણ્યા ઉઠાવગીરને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ફોરેસ્ટ કોલોનીમાં માત્ર એક જ દિવસ બંધ રહેલા એક કવાર્ટરમાંથી માતબર મતાની ચોરીના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...