તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

STમાં પેધી ગયેલા 32 ડ્રાઇવર-કંડક્ટર ડિસમિસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર એસ.ટી. વિભાગમાં પેધી ગયેલા અને નોકરીમાં છેલ્લા ઘણા સમયથી ન આવતા કર્મચારીઓના લીધે ડેપોમાં અનેક સમસ્યાનો સામનો મુસાફરોને કરવો પડતો હોવાની વારંવાર ફરિયાદના પગલે વિભાગીય નિયામક આકરા પાણી થતા 32 ડ્રાયવર અને કન્ડકટરને બરતરફ કરી નાખવાની કાર્યવાહી કરવામાં આવતા એસ.ટી. વિભાગના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે અને હજુ 15 કર્મચારીઓ સામે સસ્પેન્શનના પગલા તાેળાઇ રહયા છે તથા દારૂ પી ડ્રાઇવીંગ કરી મુસાફરોના જીવ જોખમમાં મુકનારા છ પીધેલા ડ્રાયરવના લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવ્યા છે. આમ વિભાગીય નિયામકના પગલાથી કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર એસ.ટી. વિભાગમાં જામજોધપુર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામનગર સહિતના ડેપોમાં 32 જેટલા ડ્રાયવર અને કન્ડકટરો છેલ્લા ઘણાં સમયથી પોતાની મનમાની ચલાવી ફરજ નિભાવતા ન હોય અને વારંવાર ગુટલી મારી જતા હોવાથી વિભાગીયા નિયામક એમ.બી. રાવલના ધ્યાને આવતા 32 ડ્રાયવર અને કન્ડકટર સામે આકાર પાણીએ થતાં ડીસમીસ કરીને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

આ 32 કર્મચારીઓને નોકરી મળ્યા બાદ અમુક કર્મચારીઓ છ માસ સુધી તો અમુક કર્મચારીઓ બે-બે વર્ષ સુધી ફરજ પર હાજર ન થતા ડીસમીસ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તથા હજુ 15 કર્મચારીઓ ગુટલીબાજ હાેવાનું વિભાગીય નિયામક સામે આવ્યુ છે ત્યારે આવા કર્મચારીઓને પણ ડીસમીસ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર એસટી ડીવીઝનમાં છ જેટલા ડ્રાયવર પીધેલી હાલતમાં ઝડપાતા તેમની સામે લાયસન્સ રદ્દ કરવા માટે આરટીઓને ભલામણ કરવામાં આવ્યા બાદ છ ડ્રાયવરોમાંથી અમુકના 3 માસથી છ માસ સુધી લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે આમ વિભાગીય નિયામકના કડક પગલાથી એસટી વર્તુળોમાં ચર્ચા સાથે કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો