તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડમાં 3 સ્થળે જુગટુ રમતા 26 શખ્સ ઝબ્બે, 44670ની રોકડ કબજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડ પંથકમાં ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 26 શખ્સને ઝડપી રૂ.44,670ની મતા કબજે કરી હતી.

કાલાવડ પોલીસે દરોડો પાડતા મનસુખ નાનજીભાઇ કોઠીયા, મોહન પ્રેમજીભાઇ મુછડીયા, નિલેશ ચંદ્રકાંતભાઇ પંડયા, રવજી મનજીભાઇ મુછડીયા, પદુભા નાનભા જાડેજા અને બોદુ હસનભાઇ પટણીને પકડી પાડી રૂ.10,150ની રોકડ કબજે કરી હતી.

જયારે કાલાવડના કાલ મેઘડા ગામે જુગાર રમતા હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડયો હતો જેમાં પોલીસે પ્રવિણ પોપટભાઇ વરાણ, સંજય કરશનભાઇ પરમાર, જગદિશ ગલ્લાભાઇ રાદડીયા, જયેશ દિનેશભાઇ સોલંકી, પરબત જીણાભાઇ વાઘેલાને પકડી પાડયા હતા જયારે અજય જીકુભાઇ નામનો શખ્સ નાશી છુટયો હતો.અન્ય ફિલ્ડમાં જુગટુ રમતા મુન્ના તખાભાઇ વાઘેલા, શૈલેષ ચતુરભાઇ વાઘેલા, ભુપત ધનજીભાઇ,છવા ચતુરભાઇ,દિલીપ ભાવુભાઇ અને પ્રભુ રતાભાઇ ઠાકોરને પકડી પાડીને રૂ.11,780ની રોકડ રકમ કબજે કરી હતી.જયારે સુભાષ બચુભાઇ સોલંકી નાશી છુટયો હતોે.

કાલાવડના ગોલણીયામાં પોલીસે જુગાર રમતા રમેશ જીવાભાઇ કપુરીયા, રામજી ગામજીભાઇ સીંગલ, મુકેશ પરસોતમભાઇ, પંકજ કાંતીલાલ,ઓઘવજી મુળજીભાઇ, સામત આલાભાઇ,ઘનશ્યામ મુળજીભાઇ, ઘનશ્યામ પરસોતમભાઇ સહીત નવને પકડી પાડી રૂ.22,740ની રોકડ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...