તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકા-જામનગર િજલ્લામાં 230 બોરવેલ અને કુવાઓને રીચાર્જ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને વર્ષ 2026 સુધીમાં આ જિલ્લાઓને જળ તટસ્થ બનાવવાની દૂરદર્શિતા સાથે સશકિતકરણ અને તેઓની આજીવિકા સુરક્ષિત કરવા બોરવેલ તથા ખુલ્લા કુવાઓને રિચાર્જ કરી જળ વ્યવસ્થાપનની પધ્ધતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી છે.

ખેતરોમાં જે સ્થળોએ પાણીનો પ્રવાહ વહેતો હોય તેવા સ્થળોએ બોરવેલ બનાવવામાં આવ્યા છે. જેનાથી ખેડૂતો વરસાદી પાણીનો બોરવેલમાં સંગ્રહ કરી શકયા હતા. આ અભિયાનથી બોરવેલ નજીકના અન્ય ખેતકુવાઓની જળ સપાટીમાં પણ વધારો થતો હતો. આ પહેલ થકી ખેતરોમાં વરસાદી પાણીના પ્રવાહોથી દૂર આવેલા કુવાઓના પાણીના સ્તર પણ ફરીથી રિચાર્જ થતા હતાં. સિંગચ ગામના ગોપાલભાઈ અરજણભાઈ રાઠોડ અને છગનભાઈ નકુમ જેવા સ્થાનિક ખેડૂતોએ કહયું હતું કે બોરવેલ અને ખુલ્લા કુવાના રિચાર્જથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થયો છે જેનાથી વર્ષમાં એક પાકને બદલે બે પાક મેળવી શકશે. આ પહેલથી 900 ખેડુતો અને તેના પરીવાર પર હકારાત્મક અસર નોંધાઇ હોવાનો દાવો નયારા એનર્જીએ કર્યો છે. કુવાઓની જળસપાટીમાં વધારો થયો જેમાં જળની ઊંડાઈ 40 ફૂટ હતી એ ઊંડાઈ માત્ર 10 ફૂટ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો