કાનાલૂસમાં 10 મહિનાની બાળકી સાથે અડપલાં કરનારને 20 વર્ષની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલપુર તાલુકાના કાનાલુસમાં 10 મહીનાની બાળકી સાથે અધમ કૃત્ય કરનાર નરાધમને જામનગરની પોકસો અદાલતે 20 વર્ષની સજા અને 75000નો દંડ ફટકાર્યો છે.કૌટુંબીક જેઠે રમાડતા રમાડતા બાળકીને બહાર જઇ શારિરીક અડપલા કરતા બાળકીને ઇજા પહોંચી હતી.

કાનાલૂસમાં રેલવે ફાટકની બાજુમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 10 મહીનાની બાળકીને કૌંટુબીક જેઠ મુકેશ ઠાકર(રે.મૂળ નારાયણપુર,બિહાર) રમાડતા રમડતા બહાર અંધારામાં લઇ ગયા હતાં.ત્યારબાદ મુકેશે બાળકી સાથે શારિરીક અડપલાં કરતા બાળકીને લોહી નીકળવા લાગતા પરત ધેર મૂકી ગયો હતો.આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ સામે દુષ્કર્મ,પોકસો સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી ચાર્જશીટ કર્યું હતું.આ કેસ પોકસો અદાલતમાં ચાલી જતાં એપીપી ડી.બી.વજાણીએ 26 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં અને કરેલી રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશ પી.સી.રાવલે આરોપી મુકેશ ઠાકરને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા તથા રૂ.75000 નો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...