તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2601 મતદાન મથક પર 160 વેબ કાસ્ટિંગ કેમેરાની બાજ નજર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં એક જ તબક્કામાં લોકસભાની બેઠક માટે 23 એપ્રિલના મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.તમામ મતદાન મથકો પર થઇ રહેલી ગતિવિધિઓ અને હિલચાલનું લાઇવ પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકે તે માટે જામનગર અને દ્વારકાના મતદાનમથકો પર 160 વેબ કાસ્ટિંગ કેમેરાની બાજ નજર રહેશે.જામનગર જિલ્લામાં 1941 મતદાનમથકો પર અંદાજીત 100 અને દ્વારકા જિલ્લામાં 660 મતદાનમથકો પર 60 એમ કુલ 160 વેબ કાસ્ટિંગ કેમેરાની બાજ નજર રખાશે.

આગામી 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.જામનગર અને દ્વારકા જિલ્લામાં મતદાનમથકોનું લાઇવ પ્રસારણ નિહાળવા માટે ચૂંટણી પંચ વેબ કાસ્ટિંગ કેમેરાનો ઉપયોગ કરશે.જામનગર મતવિસ્તાર હેઠળના 1941 મતદાન મથકો ખાતે કુલ 100 વેબ કાસ્ટિંગ કેમેરા ગોઠવાશે.જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 660 મતદાન મથકો પર 60 કેમેરા બાજ નજર રાખશે.જામનગરના 1941 મતદાન મથકો પર 10211 કર્મચારીઓ તૈનાત રહેશે.તેમજ દ્વારકા જિલ્લાના 660 મતદાનમથકો પર 3000 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજમાં તૈનાત રહેશે.આ કર્મચારીઓમાં પોલીસ,હોમગાર્ડઝ,એસઆરપી સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.

જામનગર અને દ્વારકામાં વ્યૂહાત્મક અગત્યતા ધરાવતા મતદાન મથકો પર 170 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશેે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જરૂરિયાત મુજબ માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક વ્યુહાત્મક અગત્યતા ધરાવતા મતદાન મથકો પર કરવામાં આવશે.જેમાં જામનગર જિલ્લામાં 81 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 89 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવશે.જેઓ મતદાન પ્રક્રિયાની સતત નિરીક્ષણ કરશે.આમ હાલારમાં ફરજ પર રહેનાર 170 તમામ માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ આપવામાં આવશે.

મતદાન મથકે સામગ્રી સહિત સ્ટાફને પહોંચાડવા 259 બસ મુકાશે
જામનગરના 1941 મતદાન મથકો પર મતદાનને લગતિ તમામ સામગ્રી અને ફરજ પરના સ્ટાફને પહોંચાડવા માટે 159 એસટી બસો ફાળવવામાં આવી છે.જ્યારે દેવભૂમિ દ્વારકામાં 80 સરકારી બસ અને અન્ય 20 ખાનગી બસ ફાળવવામાં આવી છે.જે તમામ બસોમાં સામગ્રી અને સ્ટાફને પહોંચાડવામાં આવશે.

ચૂંટણીમાં મતદાનનો સંદેશ
અન્ય સમાચારો પણ છે...