તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 વર્ષમાં 1500 બિનવારસી મૃતદેહની અંતિમવિધિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાજિક રીતી રિવાજ અનુસાર કોઇ પણ વ્યક્તિના મૃત્યું બાદ સ્વજનો દ્વારા વિધિપુર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.જામનગર સહીત રાજ્યમાંથી દરરોજ અનેક બીનવારસી મૃતદેહો મળવાની ઘટનાઓ બનવા પામે છે.જેને અંતિમવિદાય પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ નશીબ હોતી નથી.આવા નોધારા મૃતકોની વ્હારે છેલ્લા 13 વર્ષથી મોક્ષ ફાઉન્ડેશન કાર્યરત છે.નાતજાતના ભેદભાવ વિના અત્યાર સુધીમાં 1580 બિનવારસુ મૃતદેહની વિધિપુર્વક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

જામનગરમાં કાર્યરત મોક્ષ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ભીખુભા ઝાલાએ વર્ષ 2006માં સ્વજનના અંતિમ સંસ્કારમાં શહેરના સ્મશાને ગયા હતા,જે સમયે એક બિનવારસુ મૃતદેહની અંતિમ સંસ્કાર નિહાળ્યા બાદ અત્યંત વિચલિત થયા હતાં.અને બીજા દિવસેથી દ્રઢ નિર્ણય સાથે બિનવારસુ મૃતદેહોની વિધિપુર્વક અંતિમસંસ્કાર કરવા સેવાયજ્ઞ ચાલુ કરી દિધો.ધીરે ધીરે સેવાભાવિઓના સહયોગથી મોક્ષ ફાઉન્ડેશન નામનુ ટ્રસ્ટનું સ્થાપ્યંવ અને નોધારા મૃતકોની વિધિપુર્વક અંતિમસંસ્કાર કરવાની સેવા ચાલું કરી.દર વર્ષે 100 જેટલા બિનવારસુ મૃતદેહની શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમક્રિયા કરવામાં આવી રહી છે.વર્ષ 2006થી અત્યાર સુધી 1580 જેટલી લાશની અંતિમવિધિ કરવામાં આવી છે.બિનવારસી મૃતદેહોનો કબજો પોલીસ દ્વારા સુપ્રત કર્યા બાદ તમામ મૃતાત્માઓની સામાજિક રિવાજ પ્રમાણે માનભેર અંતિમસંસ્કાર કરવામાં આવે છે.આ ભગીરથ કાર્યમાં વિક્રમસિંહ ઝાલા,હિતેશભાઇ, બશીરભાઇ,વિશા લાખાણી સહીતના કાર્યકરો દ્વારા નિસ્વાર્થભાવે મદદરૂપ થઇ રહ્યા છે.

મહત્વની બાબત એ છે કે, સંસ્થા દ્વારા આ સેવાયજ્ઞ માટે કોઇ રાજકિય લોકો કે સંસ્થા પાસેથી ભંડોળ લેવામાં આવતું નથી.તમામ સેવાભાવિઓ અને કાર્યકરતાઓ દ્વારા પોતાનું જ ભંડોળ વાપરીને સેવા કરવામાં આવી રહી છે.

પોઝિટિવ
સેવાયજ્ઞ | મોક્ષ ફાઉન્ડેશન દ્વારા વાલીવારસ વિહોણા મૃતદેહના આધાર બની વિધિપૂર્વક અંતિમસંસ્કાર કરાઇ છે
ચાલું વર્ષે 35 મૃતદેહની ઓળખ કરીને પરિવારને સોંપ્યા
જી જી હોસ્પીટલ કે શહેરના અન્ય જગ્યાએથી મળી આવેલ અજાણ્યા લોકોના મૃતદેહ પરિવારરજનો સુધી પહોંચે તે માટે સંસ્થા દ્વારા ચાલું વર્ષે અથાગ પ્રયત્ન કરાયા છે.પરિણામે 35 જેટલા અજાણ્યા લોકોના મૃતદેહો પરિવારને સોંપયા છે.

અસ્થિ વિસર્જન અને પિતૃકાર્ય પણ કરાઇ છે
બિનવાસી મૃતદેહોના અંતિમ સંસ્કાર બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અસ્થી વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.પવિત્ર નદીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિ વિસર્જન કરી પિતૃકાર્ય પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો