તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રિબ્યૂનલના આદેશના પગલે જામનગર જિલ્લા સહકારી બેંકની 14 ઓક્ટોબરના સામાન્ય સભા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લા સહકારી બેંકની સામાન્ય સભાના આયોજન સામે સ્ટે બાદ હાઇકોર્ટ સુધી પહોંચેલા પ્રકરણમાં ટ્રીબ્યુનલે 20 દિવસમાં બેંકને સભા બોલાવવાનો હુકમ કરી વિરોધીજૂથને લપડાક સમાન ચૂકાદો આપ્યો છે.ટ્રીબ્યુનલના આદેશના પગલે બેંક દ્રારા આગામી 14 ઓકટોબરના સામાન્ય બોલાવવાનો નિર્ણય કર્યો છે.સતાની સાંઠમારી વચ્ચે જૂના એજન્ડા સાથે મળનારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં શું થશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા સામે ખુદ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા અને ચાર ડાયરેકટરોએ બોર્ડ ઓફ નોમીનીઝમાં મનાઇ હુકમની અરજી કરતાં સામાન્ય સભા સામે બોર્ડ ઓફ નોમીનીઝે સ્ટે ફરમાવતા બેંકના ડાયરેકટરો વચ્ચે ચાલતો જૂથવાદ સપાટી પર આવ્યો હતો.આ નિર્ણયની સામે બેંકે(સતાધારી જૂથ) હાઇકોર્ટના દ્રાર ખખડાવ્યા હતાં.જેમાં પ્રથમ સુનાવણીમાં મુદત પડતાં બેંકની સામાન્ય સભા મળી શકી ન હતી.પરંતુ ત્યારબાદની સુનાવણીમાં હાઇકોર્ટે રાજકોટની કોઓપરેટીવ ટ્રીબ્યુનલમાં જવા આદેશ કર્યો હતો.આથી બેંક દ્રારા ટ્રીબ્યુનલમાં રીવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી.જેની સુનાવણીમાં ટ્રીબ્યુનલે 20 દિવસમાં સાધારણ સભા બોલાવવા બેંકને હુકમ કરી વિરોધીજૂથને લપડાક સમાન ચૂકાદો આપ્યો છે.આ અંગે બેંકના એમ.ડી.જીવણભાઇ કુંભારવાડિયાએ જણાવ્યું હતું કે,ટ્રીબ્યુનલે 20 દિવસમાં બેંકની સામાન્ય સભા બોલાવવા હુકમ કર્યો છે ત્યારે આગામી 14 ઓકટોબરના ઓશવાળ સેન્ટરમાં જૂના એજન્ડા સાથે બેંકની સાધારણ સભા મળશે.અત્રે નોંધનીય છે કે,બેંકમાં સતાની સાંઠમારી વચ્ચે બેંકની સાધારણ સભામાં શું થશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...