તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયા -ભાણવડ પંથકમાંં વીજ ચોરીના 101 કિસ્સા ઝડપાઇ ગયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર વીજચેકીંગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ વિસ્તારમાં 40 વીજટીમો દ્વારા 717 સ્થળ પર ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં 719 સ્થળ પરથી 21.25 લાખની વીજચોરી ઝડપાઇ હતી.તેમજ 101 જેટલા વીજગ્રાહકો વીજચોરી કરતા ઝપટે આવી ગયા હતાં.

જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી જામનગર ડિવીઝન દ્વારા વીજચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે ચેકીંગના ચોથા દિવસે 40 જેટલી વીજચેકીંગની ટુકડીઓ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ત્રાટકી હતી.જેમાં 7119 સ્થળ પર ચેકિંગ કરાયું હતું.ચેકીંગ દરમિયાન 101 વીજગ્રાહકો વીજચોરી કરતા ઝપટમાં આવી ગયા છે. અન્ય ગેરરીતીના કેસમાં ચેકીંગ ટુકડીઓ દ્વારા 21.25 લાખનો સ્થળ પરથી દંડ વસુલાયો હતો.પંથકમાં વીજચેકીંગની કડક કાર્યવાહીથી વીજચોરી કરતા ગ્રાહકોમાં ભારે ફફડાટ જાગ્યો હતો.ચેકીંગ કાર્યવાહી દરમિયાન 22 સ્થાનિક પોલીસ અને 13 એક્સ આર્મીમેન સાથે 719 સ્થળે ચેકિંગ થયું હતુ઼.

કડક ઝુંબેશ| પીજીવીસીએલની 40 ટીમો અચાનક ત્રાટકી

અન્ય સમાચારો પણ છે...