તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાના નાનાભાવડા ગામે સગીરા પર દુષ્કર્મમાં આરોપીને 10 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાના નાનાભાવડા ગામે સગીરાનું બાવડું પકડી બંધ મકાનમાં લઇ જઇ કરેલા દુષ્કર્મ કેસમાં પોકસો અદાલતે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.સાથે રૂ.10000 દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ પણ કર્યો છે.

દ્વારકાના નાનાભાવડા ગામે રહેતા પરિવારની સગીર પુત્રી ગત તા.27-6-2017 ના બપોરના સમયે સાબુ લેવા માટે તેના દાદીની દુકાને જતી હતી ત્યારે રસ્તામાં આ વિસ્તારમાં રહેતા નાગાજણ પાલાભાઇ હાથિયા નામના શખ્સે સગીરાનું બાવડું પકડી બાજુમાં આવેલા તેના કાકાના બંધ મકાનમાં લઇ ગયો હતો.ત્યારબાદ બંધ મકાન ખોલી સગીરાની ઇચ્છા વિરૂધ્ધ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.આટલું જ નહીં આ બનાવની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.રાત્રિના સગીરાના માતા-પિતા જામનગરથી પરત ફરતા તેણીએ બનાવની જાણ કરતા દ્રારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે નાગાજણ સામે પોકસો સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી નાગાજણની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ખંભાળિયાની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કીશોર વડગામાએ રજૂ કરેલા 22 દસ્તાવેજી પુરાવા,14 સાક્ષીના નિવેદન અને રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશ એસ.એન.સોલંકીએ આરોપી નાગાજણને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂ.10000નો દંડ ફટકાર્યો હતો.જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...