તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલના હાડાટોડામાં પાપડ, અથાણા, મસાલા પાઉડરની 10 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે પાપડ, અથાણા અને મસાલા પાવડરની 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન બહેનોને વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધી પ્રેરણા, વગેરેની સમજ આપવામાં આવી તથા એસ.બી.આઈ. આર.સેટી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર એન.તડવી, હિરલબેન મઘોડીયા દ્વારા બહેનોને માર્કેટ સર્વે તથા ઉદ્યોગ સાહસિકતાના અનુભવોની સમજુતી આપી હતી. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિકરીતે પગભર થાય તે છે. તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર એન.તડવીના માર્ગદર્શન હેઠળ આર.સેટી સ્ટાફ તથા તાલીમના ફેકલ્ટી નયનાબેન રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી. કોઈ ભાઈઓ તથા બહેનો સંસ્થામાં તાલીમ લેવા ઈચ્છતા હોય તેઓ ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન જામનગર ગૌશાળા પાસે ધુંવાવનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો