જામનગરમાં પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોએ યુવાનની કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

યુવાન પશુપાલનનો વ્યવસાય ધરાવતો, આરોપી પાસે 18 હજાર માગતો હતો

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 08:22 PM

યુવાન પશુપાલનનો વ્યવસાય ધરાવતો, આરોપી પાસે 18 હજાર માગતો હતો

જામનગર: જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં હત્યાની ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. ગત મોડી રાત્રે પોણા એક વાગ્યા આસપાસ યુવાન ડબલ સવારી બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેને આંતરી બાઇક ઉભી રખાવી હતી. બાઇક જેવી ઉભી રહેતા જ યુવાન પર છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા. બાદમાં યુવાન તેના મિત્રની ગાડી પાછળ બેસી હોસ્પિટલે જઇ રહ્યા હતા. ત્યારે 100 મીટરના અંતરે યુવાન બેભાન થઇ જતા રસ્તા પર પડી ગયો હતો. બાદમાં અન્ય વાહન મારફત યુવાનને હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસ દોડી આવી હતી. હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે 2 વાગે બર્ધન ચોક વિસ્તારમાંથી પોતાની મોટર સાયકલ લઇ પસાર થઇ રહેલા રફીક મામદ માડકિયાને નઝીર ઉર્ફે ગંઢાબાપુ અને અઝરૂ મણિયાર નામના બે શખ્સોએ આંતર્યો હતો. જેમાં નઝીર અને અઝરૂએ રફીકના પેટના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારી દીધા હતા. બાદમાં રફીક પોતાના મિત્રના બાઇક પર બેસી હોસ્પિટલે જઇ રહ્યા હતા પરંતુ 100 મીટરના અંતરે રફીક બંભાન થઇ રસ્તા પર ઢળી પડ્યો હતો. આથી રફીકને અન્ય વાહન મારફત હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ સિટી એ ડિવિઝન પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.

18 હજારની ઉઘરાણીમાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ

રફીકના ભાઇ યુસુબે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે,આરોપી નઝીર પાસેથી તેમો ભાઇ 18 હજાર માગતો હતો. આ રકમની અવાર નવાર માગણી કરવા છતાં આરોપીએ આપી નહોતી. આ બાબતના મનદુખને લઇને બન્ને શખ્સોએ હુમલો કરી હત્યા નીપજાવી છે. રફીક પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો હતો.

જેટ એરવેઝમાં રાજકોટના શાકાહારી યુવાનને નોનવેજ પીરસાતા 65 હજાર વળતર ચૂકવવા આદેશ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

તસવીરો: હસિત પોપટ, જામનગર.

પૈસાની ઉઘરાણીમાં થઇ હત્યા
પૈસાની ઉઘરાણીમાં થઇ હત્યા
છરીના ઘા મારી નાસતો આરોપી સર્કલમાં દેખાય છે
છરીના ઘા મારી નાસતો આરોપી સર્કલમાં દેખાય છે
જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
ટૂંકી સારવાર દરમિયાન મોત
ટૂંકી સારવાર દરમિયાન મોત
X
પૈસાની ઉઘરાણીમાં થઇ હત્યાપૈસાની ઉઘરાણીમાં થઇ હત્યા
છરીના ઘા મારી નાસતો આરોપી સર્કલમાં દેખાય છેછરીના ઘા મારી નાસતો આરોપી સર્કલમાં દેખાય છે
જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યાજામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
ટૂંકી સારવાર દરમિયાન મોતટૂંકી સારવાર દરમિયાન મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App