જામનગર: ગઇકાલે સવારે ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર જગુઆર પ્લેન જામનગરથી ટ્રેઇનિંગ માટે ઉડ્યા બાદ કચ્છના મુન્દ્રા બેરાજા ગામ સીમાડામાં ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ અને જામનગર એરબેઝના હેડ કમાન્ડન્ટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. આ પ્લેન ક્રેશમાં શહીદ કેમ?, આપાતકાલીન સ્થિતિમાં પાયલોટ તેના બચાવ માટે ઇમરજન્સી એક્ઝિટ પેરાશૂટથી બચી શક્યા હોત, પણ તેમણે જોયું કે નજીકમાં જ ગામ આવેલા છે. જો આ પ્લેન ગ્રામ્ય વિસ્તારમાં પડે તો મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હોત, આમ ગામ લોકોના જીવ બચાવવાં સંજય ચૌહાણે પોતાના જીવનું બલીદાન આપી દીધું હતું. આવતીકાલે જામનગરના આદર્શ સ્મશાનમાં આન, બાન અને શાન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. અતિમવિધિને લઇને આજે સ્મશાનમાં એરફોર્સ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો......
તસવીરો: હસિત પોપટ, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.