તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​જોડિયાના રણજીતપર ગામમાં બે કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાવલ સહિતના ગામોમાં અડધાથી બે ઇંચ પાણી વરસ્યું - Divya Bhaskar
રાવલ સહિતના ગામોમાં અડધાથી બે ઇંચ પાણી વરસ્યું

ધ્રોલ/જામનગર: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર પંથકમાં શુક્રવારે સાંજે ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે બે  કલાકમાં જ ઘોધમાર સવા ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવતા માર્ગો પર સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. જયારે કલ્યાણપુર તાલુકાના રાવલ, ધતુરીયા, દુધઇ સહીતના ગામોમાં પણ ઝંઝાવાતી પવન સાથે અડધાથી બે ઇંચ જેટલા વરસાદના અહેવાલ મળ્યા છે.જયારે જોડીયાના જામસર ઉપરાંત બાલંભામાં પણ અડધાથી એકાદ ઇંચ જેટલુ પાણી વરસ્યુ હતુ. 

 

રાવલ સહિતના ગામોમાં અડધાથી બે ઇંચ પાણી વરસ્યું


જોડીયા તાલુકાના રણજીતપર પંથકમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે સાંજે ચાર વાગ્યાના અરસામાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.લગભગ બે કલાક સુધી સાંબેલાધાર વરસાદ  અવિરત રહેતા 85 મી.મી. જેટલુ પાણી વરસાવી દીધુ હતુ.જેના પગલે  માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા જયારે અમુક માર્ગો પર તો જયાં સ્થળ ત્યાં જળની સ્થિતિ પણ જોવા મળી હતી.મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ગ્રામજનો અને ખેડુતોમાં ક્ષણિક દોડધામ પણ મચી જવા પામી હતી.જોડીયાના જામસર  અને બાલંભા હળવા ભારે ઝાપટા વરસતા અડધાથી એકાદ ઇંચ જેટલુ પાણી વરસ્યુ હતુ.જયારે ધ્રોલ શહેરમાં પણ હળવા વરસાદે દશ મી.મી.વરસાદ પડયો હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.


કલ્યાણપુર તાલુકાના રાવલ સહીતના સાની ડેમના પટ્ટા સાથે સંલગ્ન મનાતા ગ્રામ્ય પંથકમાં પણ સાંજે સાડા ચાર વાગ્યાથી લગભગ એક-દોઢ કલાક સુધી ભારે તોફાની પવન ફુંકાવાની સાથે વરસાદ શરૂ થયો હતો.જેમાં રાવલમાં સૌથી વધુ બે ઇંચ જેટલુ પાણી વરસી ગયાના અહેવાલ મળ્યા છે.આ ઉપરાંત દુધઇમાં દોઢથી બે ઇંચ,ધતુરીયામાં એકથી દોઢ ઇંચ ઉપરાંત ચુર, રાજપરા,સુર્યાવદર, પાનેલી, ખીરસરા, નગડીયા, આશીયાવદર અને રાણપરડા સહીતના ગ્રામ્ય પંથકમાં પણ અડધાથી એક ઇંચ સુધીના તોફાની વરસાદના બિનસતાવાર અહેવાલ મળ્યા છે.