વિનુ માંકડની પ્રતિમા હવે પડું પડું

જામનગર મનપાનું તંત્ર પ્રતિમાની સંભાળ લેવામાં બેદરકાર

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:53 AM
The statue of Venus is now in a bad situation

જામનગર: જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ લાખોના ખર્ચે પ્રતિમાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ આવી પ્રતિમાઓની કોઇ સંભાળ લેવામાં ન આવતી હોવાના વધુ એક ચિત્ર સામે આવ્યું છે. જેમાં ક્રિકેટ બંગલા પાસે આવેલા નગરના વિનુ માંકડની પ્રતિમા ઉભી કરાઇ છે પરંતુ આ પ્રતિમાની યોગ્ય કાળજી ન લેવામાં આવતા ગમે ત્યારે જમીનદોસ્ત થવાની ભિતિ દેખાઇ રહી છે.

જે અંગે શહેરના નાગરીક હર્ષદ પાબારી દ્વારા કમિશનર, મેયર સહિતનાઓને પત્ર લખી આ અંગેની જાણ કરી રીપેરીંગ કરવામાં માંગ કરવામાં આવી છે.શહેરના લાલબંગલા વિસ્તારમાં ક્રિકેટ બંગલા પાસે વિશ્વ વિખ્યાત શહેરના સ્વ. વિનુ માંકડની પ્રતિમાનું મનપા દ્વારા જ અનાવરણ કરવામાં આવ્યું હતું. ક્રિકેટ જગતના મસીહા કહેવાતા વિનુ માંકડ દેશ-વિદેશમાં ખૂબ જ નામ અને માન ધરાવે છે.

મનપા દ્વારા પણ જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાખો રૂપિયાના ખર્ચે ક્રિકેટ બંગલા સામે વિનુ માંકડની પૂર્ણ કદની બોલિંગ એક્શન કરતી પ્રતિમા મૂકવામાં આવી હતી. પરંતુ અન્ય પ્રતિમાઓ અને બગીચાઓમાં જેમ થાય છે તેમ મનપાનું તંત્ર પ્રતિમાઓના અનાવરણ કર્યા પછી તેમની સાર સંભાળ લેવામાં બેદરકારી દાખવે છે તેમ નગરના સપુત વિનુ માંકડની આ પ્રતિમાની જાળવણીમાં પણ તંત્ર તદ્દન નિષ્ફળ નિવડ્યું છે.

X
The statue of Venus is now in a bad situation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App