Home » Saurashtra » Latest News » Jamnagar » Thanks to Gunotsav, you will not be surprised at the heat

ગુણોત્સવને કારણે કાળઝાળ તાપમાં શેકાતા ભૂલકાં

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:43 AM

7 એપ્રિલના ગુણોત્સવ કાર્યક્રમને અનુસંધાને શાળાઓનો સમય સવારનો ન થયો, શિક્ષણ નિયામક તાકીદે યોગ્ય નિર્ણય બદલે તેવી વાલીઓની

 • Thanks to Gunotsav, you will not be surprised at the heat
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બળબળતા 39 ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થીઓને તડકામાં શાળાએ જવાની ફરજ

  જામનગર: ચાલું વર્ષે સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં આગામી એપ્રિલ માસમાં ગુણોત્સવ કાર્યક્રમ હોવાથી અને સાથે સાથે શિક્ષકોની પણ સવલતો સચવાઇ રહે તે માટે પ્રાથમિક શાળામાં શિક્ષણ નિયામકે ભુલકાઓનું ઝરા પણ વિચાર્યા વિના બપોરની જ શાળાઓ રાખવા પરિપત્ર ઝિંકી દીધો છે.બીજી બાજુ વાર્ષિક પરીક્ષાના બે દિવસ પુર્વ જ ગુણોત્સવ હોવાથી પરીક્ષા પર માઠી અસર પડશે તેવો શૂર વાલીઓમાં વહેતો થયો છે.તા.7 એપ્રિલના રોજ ગુણોત્સવ કાર્યક્રમ હોવાથી શિક્ષણ નિયામકે બપોરના સમયને અનુકુળ ગણી શાળાઓ બપોરની જ રાખવામાં આવી છે.

  પરિણામે તંત્રના નિર્ણયના પાપે બપોરે 39 ડિગ્રીથી વધુ તાપમાને બળબળતા બપોરે પ્રાથમિક શાળાના ભુલકાઓ શાળાએ જવા મજબુર બન્યા છે.દર વર્ષે ઠરાવ મુજબ જિલ્લાઓમાં જ્યારથી કળકળતી ગરમીનો આરંભ થાય એટલે પ્રાથમિક શાળાઓમાં સવારનો સમય કરી નાખવામાં આવતો હોય છે.પરંતુ આ વખતે શિક્ષણ નિયામકના કોઇ ફિક્સ શેડ્યુલ ન હોવાના કારણે એપ્રિલ માસમાં ગુણોત્સવ કાર્યક્રમ ઝિંકી દેવાયો છે.

  જેના લીધે રાજ્ય શિક્ષણ નિયામકે એક પરિપત્ર જાહેર કરી શાળાઓને કોઇ નવી સુચના ન મળે ત્યાં સુધી શાળાઓ બપોરની જ રાખવા તાકિદ કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ છેલ્લા બે દિવસથી રાજ્યમાં હિટવેવ પ્રસરી ગયો છે.અને બપોરે તો કાળજાળ ગરમીમાં તાપમાન પણ 39 ડિગ્રીને વટાવી જાય છે.ત્યારે શિક્ષણ વિભાગે પોતાના શિક્ષકોની સવલતોને સાઇડમાં રાખીને આજકાલ તાપમાનનો પારો વધે તે પહેલા જ પ્રાથમિક શાળામાં સમય સવારનો કરી નાખવો જરૂરી બન્યો છે.જવાબદાર તંત્રવાહકોએ નાના ભુલકાઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવી શાળાઓમાં સવારની પાળી કરવી જોઇએ.

  બળબળતા 39 ડિગ્રી તાપમાનમાં બાળકોને તડકામાં શાળાએ જવાની ફરજ પડી છે. પગપાળા કરતી વેળાએ છાંયડા તરીકે આ નાના ભુલકાઓ પોતાના દફ્તરને છત્રી બનાવીને છાંયડો મેળવી રહ્યા છે.વાલીઓમાં છુપ રોષ જાગ્યો છે કે,આવા કાળજાળ તડકામાં શિક્ષકો અને અધિકારીઓ પોતાના ખંભે દફ્તર લટકાવીને રસ્તા પર નિકળવું જોઇએ અને જાતે જ નક્કિ કરવું જોઇએ કે એપ્રિલ માસમાં ગુણોત્સવ કાર્યક્રમ કેટલો વ્યાજબી ગણાય.ભુલકાઓને કાળજાળ ગરમીમાં બપોરે થોડો આરામ મળે તે માટે તાકિદે પાળી બદલવા પુન:વિચારણા કરવી જોઇએ.(તસવીરો- હિરેન હિરપરા)

  વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

 • Thanks to Gunotsav, you will not be surprised at the heat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પાળી બદલવા વિચારણા ચાલું : શિક્ષણ અધિકારી

  પાળી બદલવા વિચારણા ચાલું : શિક્ષણ અધિકારી

   

  દેવભુમિ દ્વારકાના જિલ્લા શિક્ષણ અધિકારી ડુમરાળિયાએ જણાવ્યું હતું કે,અમે ખુદ પણ ગરમીમાં ઉકળીએ છીએ એટલે હાલની પરિસ્થીતીનો સંપુર્ણ પણે ખ્યાલ છે.પરંતુ ગુણોત્સવ કાર્યક્રમ હોવાથી તમામ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.છતા પણ છેલ્લા બે દિવસથી તાપમાનને ધ્યાને રાખીને પાળી બદલાવવા વિચારણા ચાલું છે,અને શિક્ષણ વિભાગના ડિરેક્ટરને પણ આ બાબતે રજુઆત કરાશે.

   

  ગુણોત્સવનો ટાઇમ ફિક્સ હોવો જોઇએ : પુર્વ ચેરમેન

   

  શિક્ષણ સમિતીના પુર્વ ચેરમેન મધુસુદન ગોંડલીયાએ જણાવ્યું  હતું કે,સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમના કોઇ ફિક્સ ટાઇમ નક્કી નથી કરાયો,જેથી આ સમસ્યા ઉદભવી રહી છે.પરંતુ ખુલતા સત્રમાં અથવા તો જાન્યુઆરી માસમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજવા  યોગ્ય વિચારણા કરવી જોઇએ.

 • Thanks to Gunotsav, you will not be surprised at the heat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગુણોત્સવના દિવસ પુરતો બપોરનો સમય રાખવો યોગ્ય

  ગુણોત્સવના દિવસ પુરતો બપોરનો સમય રાખવો યોગ્ય

   

  પ્રાથમિક શાળાના આચાર્યોનું કહેવું છે કે,ગુણોત્સવ કાર્યક્રમ છે તો માત્ર તે દિવસ પુરતો બપોરનો સમય રાખવો વ્યાજબી ગણી શકાય.પરંતુ હાલ પુરતી તો ગરમીને ધ્યાને રાખીને તેમજ ભુલકાઓને પડતી દુવિધા માટે પાળી બદલી જ યોગ્ય ગણી શકાય

 • Thanks to Gunotsav, you will not be surprised at the heat
  પાળી નહી બદલાય તો વાલીમંડળ આવેદન આપશે

  પાળી નહી બદલાય તો વાલીમંડળ આવેદન આપશે

   

  વાલીમંડળના પ્રમુખ પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભુલકાઓને આવા તાપમાં શિક્ષકો દ્વારા કેટલું શિક્ષણ આપવામાં આવતું હશેે.ગરમીને ધ્યાને લઇ તંત્ર દ્વારા જો હજુ પણ કંઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો વાલીમંડળ દ્વારા લેખીતમાં આવેદન પાઠવીને પાળી બદલાવવા રજુઆત કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ