રિલાયન્સ કંપનીમાં આંતકવાદી હુમલો, ક્લોરીન ગેસ ભરેલ ટેન્કર સાથે ઘુસી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જામનગર નજીક આવેલી રિલાયન્સ કંપનીના ગેઇટ નં.૧ પાસે શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે આંતકવાદીઓ ક્લોરીન ગેસ ભરેલ ટેન્કર સાથે ઘુસી ગયા હતા. 
સાથોસાથ એમટીએફ ગેઇટ જી.એસ.એફ.સી. માં સી.સી. પાઇપલાઇન પોર્ટલ નં.૧૧૧૦ માં એમોનિયા ગેસ લિકેજ તેમજ રિલાયન્સના જે-1 એરીયામાં ટેરેરિસ્ટ દ્વારા ડિઝલ ટેન્કમાં આગ લગાડી અને એમોનીયા ગેસની પાઇપલાઇનને નુકશાનના સંદેશાથી દોડધામ મચી ગઇ હતી.પરંતુ સમગ્ર કવાયત મેગા મોકડ્રીલ હોવાનું વહીવટીતંત્રએ જાહેર કરતાં અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. 

 

અધિકારીઓને એલર્ટ કરાયા 


મોકડ્રીલ સ્વરૂપે કરેલી કવાયતમાં  આતંકવાદી હુમલાની જાણ કલેકટર રવિશંકરને થતા તેમણે ત્વરીત પગલાં લઇ પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ, પોલીસ દળ, મેડીકલનો સ્ટાફ, ડોકટરનો સ્ટાફ, એમ્બ્યુલન્સ, પેરામેડીકલ, ફાયર સ્ટાફ, પીજીવીસીએલનો સ્ટાફ, રિલાયન્સની સિક્યુરીટી,ઇન્ડિયન આર્મી, એરફોર્સ, નેવી તેમજ સંલગ્ન કચેરીઓના અધિકારીઓને એલર્ટ કરાયા હતા. ઉભી થયેલ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા ફરજ બજાવવા વ્યવસ્થા કરી હતી.

 

મોટી ખાવડી પાસે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રેજીંગ એરીયા ખાતે આ મોકડ્રીલ બાદ એનડીએમએ મેજર જનરલ વી.કે.દત્તા દ્વારા મોકડ્રીલ અંગેના યોગ્ય સુચનો અને માર્ગદર્શન આપ્યુ હતુ. અને વધુમાં જણાવ્યુ હતુ કે, કુદરતી કે માનવસર્જીત આપત્તી કયારેય પણ કહીને આવતી નથી. માટે આવી દુર્ઘટના સમયે સૌને એલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો.

 

(તસવીરો હિરેન હિરપરા)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...