ટેક્નોલોજીના માધ્યમથી મોવાણ શાળામાં શિક્ષણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: દેવભૂમિ દ્વારકાજલ્લામાં આવેલ મોવાણ પ્રાથમિક શાળામાં ત્રણ ડીઝીટલ વર્ગખંડકાર્યરત છે, જેમાં બે કલાસ જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. અને એક કલાસ ગામલોકોના સહયોગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સરકારી પ્રાથમિક શાળા છે કે જયાં ત્રણ કલાસ ઇન્ટરએક્ટિવ ટચ સ્ક્રીન ધરાવતી શાળાનો સમાવેશ છે. આ તમામ વર્ગખંડોમાં બાળકો ટેકનોલોજીનામાધ્યમથી શિક્ષણ મેળવે છે. મોવાણ પ્રાથમિક શાળામાં ધો.1 થી 8ના તમામ બાળકો આ વર્ગખંડમાં આધુનિક શિક્ષણ મેળવે છે.


શાળાના શિક્ષકો દ્વારા બાળકોને દરરોજ જુદી-જુદી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે અને વર્ગખંડમાં શૈક્ષણિક ટેકનોલોજીના ટુલ્સ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. ધો.8ના બાળકોને વર્ગખંડમાં 3ડી ટેકનોલોજીથી શાળાના શિક્ષક ચંદન રાઠોડ દ્વારા દરેક બાળકોને 3ડી ચશ્મા આપીને યુટ્યુબના માધ્યમથી કલાસમાં 3ડીનો અનુભવ કરાવવામાંઆવે છે. આ ઉપરાંત સરાકાર દ્વારા આપવામાં આવેલ ઇ-કન્ટેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ વર્ગખંડમાં કરવામાં આવે છે.

 

બાળકોને જે તે મુદ્દા વિશે વિશેષ માહિતી મળી રહે તે માટે શિક્ષક દ્વારા વિષય મુજબ વિડીયોનું નિર્માણ કરે છે અને યુટ્યુબમાં તેને અપલોડ કર્યા છે.શિક્ષક દ્વારા આવી રીતે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ કાર્ય દ્વારા કરાતા કાર્યને લીધે તેઓ સતત બે વર્ષથી યોજાતા રાજ્ય કક્ષાના શૈક્ષણિક ઇનનોવેશન ફેરમાં પોતાની કૃતિ રજુ કરી રહયા છે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેકટની રાજ્ય કક્ષાની તાલીમમાં પણ જોડાઇ છે. આમ આ શાળામાં ટેકનોલોજીના નિત્ય નવા પ્રયોગો દ્વારા બાળકોને પણ નવી ટેકનોલોજીથી સતત વાકેફ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...