Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Such a strict investigation of terrorists stops the tragedy: Hardik

આતંકીઓનું આવું જ કડક ચેકિંગ થાય તો દુર્ઘટના અટકે : હાર્દિક

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:24 AM

પાસના કન્વીનરને સઘન ચેકિંગ બાદ જ જવા દેવાતા કર્યા આકરા પ્રહાર

  • Such a strict investigation of terrorists stops the tragedy: Hardik

    દ્વારકા: દ્વારકા આવી પહોંચેલ હાર્દિક પટેલની સંકલ્પ યાત્રાનુ સમાપન થતા દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન-પૂજન કર્યા હતાં. અને ત્યાર બાદ જસદણ તાલુકાના અશ્વિનભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમમાં જોડાયો હતો. ધ્વજારોહણ પુર્વે ધ્વજાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ શારદામઠના મુખ્ય દરવાજાને બંધ રખાતા યાત્રિકોને થોડી હાલાકી પડી હતી. સુરક્ષા જવાનો દ્વારા સઘન ચેકિંગ કર્યા બાદ જ અંદર ઘુસવા દેવામાં આવતા હાર્દિકે જવાનોને કહ્યું કે,આતંકવાદીઓને પણ આટલી જ રિતે ચેકિંગ કરવું જોઇએ.

    હાર્દિકે જણાવ્યું હતું કે,બુધ્ધિ વગરના લોકોને ભગવાન દ્વારકાધીશ સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે. દ્વારકાધીશના દર્શન બાદ જગતમંદિરમાં અશ્વીનભાઇ મારકણા આયોજીત ધ્વજા રોહણના કાર્યક્રમાં જોડાયો હતો.તે દરમિયાન પણ સુરક્ષા જવાનો દ્વારા ધ્વજાનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે આજ દિન સુધી ક્યારેય આવું ચેકિંગ કરવામાં આવ્યું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending