આરંભડાના શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

અંતિમક્રિયામાં સંતો-મહંતો અને ભાવિકો ભારે હૈયે જોડાયા, વૈદિક વિધિ અને શાસ્ત્રોકત પરંપરા મુજબ અંત્યેષ્ઠી કરાઇ

Vijay Hariyani

Vijay Hariyani

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 01:08 AM
Shastri Swami Narayanprasad Dasji death

જામનગર: અક્ષરમાર્ગે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના આરંભડાના તપોમૂર્તી શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજીનો પાર્થિવદેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થયો હતો.વૈદિક વિધિ અને શાસ્ત્રોકત પરંપરા મુજબ સંતો-મહતો દ્વારા સદગતની અંત્યેષ્ઠી ક્રિયા કરવામાં આવી હતી.નાધેડી ગુરૂકુળમાં કરવામાં આવેલી સદગતની અંતિમક્રિયામાં સંતો-મહતો અને ભાવિકો ભારે હૈયે જોડાયા હતાં.


સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી ગુરૂ પુરાણી સ્વામી ગોપાલ જીવનદાસજી(આરંભડાવાળા) તા.30 ના પ્રભુ સ્મરણ કરતા અક્ષરધામ પધારતા સંતો-મહતો અને ભાવિકોમાં ધેરા શોકની લાગણી ફેલાઇ હતી.સદગતની અંતિમક્રિયા બુધવારે સવારે કલાકે જામનગર નજીક નાધેડીમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં કીર્તન અને ભકિત સાથે કરવામાં આવી હતી.બપોરે 12 કલાકે વડતાલ,અમદાવાદ,ધોલેરા,જૂનાગઢ સહીતના શહેરોમાંથી આવેલા સંતો-મહતો દ્વારા વૈદીક વિધિ અને શાસ્ત્રોકત પરંપરા મુજબ સદગતની અંત્યેષ્ઠી કરવામાં આવી હતી.અંતિમક્રિયામાં જામનગર સહીત રાજયભરમાંથી ભાવિકો ભારે હૈયે જોડાયા હતાં.

12 ફેબ્રુ.ના ગુરુકુળમાં ગુણાનુવાદ સભા

આરંભડાના તપોમૂર્તી સ્વામી નારાયણપ્રસાદ દાસજીનો પાર્થિવદેહ બુધવારના રોજ પંચમહાભૂતમાં વિલિન થતાં સદગતની ગુણાનુવાદ સભા તા.12 ફેબ્રુઆરીના સવારે 9 થી 12 નાધેડી પાસે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાખવામાં આવી છે.(તસવીર- હિરેન હિરપરા)

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

Shastri Swami Narayanprasad Dasji death
X
Shastri Swami Narayanprasad Dasji death
Shastri Swami Narayanprasad Dasji death
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App