તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતરના વેચાણમાં કાળાબજારને અટકાવવા POS મશીન મુકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: રાસાયણિક ખાતરમાં વચેટીયાઓ તેમજ કાળાબજારના કારણે ખેડુતોને સમયસર રાસાયણિક ખાતર મળતું ન હતું.પરિણામે ખેડુતોએ રાસાયણિક ખાતર ખરીદવા માટે કાળીબજારના ભાવો આપવા પડતા હતાં.અને ખાતરના વિક્રેતાઓ દ્વારા તંગી હોવાનું રટણ રટીને વચેટીયાઓ દ્વારા વધારે ભાવો લઇને ખેડુતોને લુંટવામાં આવતા હતાં.જેથી ખેડુતોમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ ડીબીટ યોજના અંતર્ગત POS (point of sale) મશીનથી જ વેચાણ કરવાનું સરકાર દ્વારા નક્કી કરાયું છે.દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવી વેચાણ કરતા કુલ 298 વિક્રેતાઓ છે.જે તમામને POS મશીન આપવામાં આવ્યા છે. 


 ફેબ્રુઆરી માસથી સરકાર દ્વારા POS મશીન સિવાઇ રાસાયણિક ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓના લાયસન્સ  રદ્દ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રાસાયણિક ખાતરનું વેચાણ કરતા કોઇ પણ ખાનગી વિક્રેતાઓ  POS મશીન વગર ખાતરનું વેચાણ કરતા માલુમ પડશે તો તાત્કાલીક અસરથી તેનો પરવાનો રદ્દ કરવામાં આવશે.આ મશીનમાં ખેડુતના આધાર નંબર એન્ટર કર્યા બાદ જ ખાતર આપવામાં આવશે.તાલુકાના તાલુકા ખરીદ વેચાણ સંઘે સબસીડાઇઝ રાસાયણિક ખાતર તેઓના તાલુકાની સહકારી મંડળીઓને આપતા પહેલા કાયદાની જોગવાઇ મુજબ તેઓના પરવાનાનાની મુદ્દત તથા POS મશીન દ્વારા રાસાયણિક ખાતરનું વેચાણ થાય છે કેમ તે બાબતોની ચકાસણી કરવાની રહેશે.

 

અને જો કોઇ ગેરરીતી જણાશે તો તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  દ્વારકામાં 98 અને જામનગરમાં 200 જેટલા વિક્રેતાઓ છે.જે તમામને તંત્ર દ્વારા POS મશીન ફાળવી દેવામાં આવ્યાં છે.જો મશીનમાં કોઇ ટેકનીકલ ખામી કે તેને લગત કોઇ પ્રશ્નો હોય તો સબંધિત તાલુકા ખરીદ વેચાણ સંઘ અથવા તેના મારફત કોઇ પણ ખાતર ઉત્પાદક કંપનીઓનો સંપર્ક કરવાનો રહેશે.જો કોઇ પણ વિક્રેતાઓ દ્વારા મશીન વગર ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હશે તો તેનો પરવાનો રદ્દ કરવામાં આવશે. 

 

કોઇ પણ વ્યક્તિ ઓનલાઇન ખાતરનો સ્ટોક જોઇ શકશે 

 

રાસાયણિક ખાતરના વિક્રેતાઓ દ્વારા ઘણી વખત કાળાબજાર કરવા માટે સ્ટોક નથીના બહાના હેઠળ ખેડુતોને યોગ્ય સમયે ખાતર આપવામાં આવતું ન હતું.પરંતુ હવે ખેડુત તેમજ કોઇ પણ વ્યક્તિ સરકારની mfms.nic.in નામાની વેબસાઇટ પર સ્ટોક જોઇ  શકાશે.અને ક્યાં સ્થળે ક્યાં વિક્રેતા પાસે ખાતરનો કેટલો સ્ટોક પડ્યો છે તે જોઇ શકાશે.જેથી કાળાબજારને નાથવામાં આ વેબસાઇટ ઉપયોગી બનશે. 

 

દરેક તાલુકાકક્ષાએ મશીનનો એક્સ્ટ્રા સ્ટોક પડ્યો છે

 

દ્વારકા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી સ્નેહલ દધાણિયાએ જણાવ્યું હતું કે, 250 મેટ્રીક ટનથી વધારે ખાતરનું વેચાણ ધરાવતા વિક્રેતાઓને એકથી વધારે મશીન આપવામાં આવશે.અને ઇમરજન્સી સમયમાં જો મશીન બગડી જાય તો દરેક તાલુકાકક્ષાએ એક્સ્ટ્રા સ્ટોક મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...