મોત / જામનગરના જાંબુડામાં સાત ઢેલને ઝેરી અસર, ચારના મોત, ત્રણ ગંભીર

ત્રણ ઢેલના સારવાર દરમિયાન મોત
ત્રણ ઢેલના સારવાર દરમિયાન મોત

  • ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાની શંકા 

DivyaBhaskar.com

Feb 01, 2019, 05:15 PM IST

જામનગર: જામનગરના જાંબુડામાં ગુરૂવારે કોઇ કારણે સાત જેટલી ઢેલને ઝેરી અસર થઇ હતી. જેમાંથી એકનું મોત થયા બાદ તમામને જામનગર ખાતેની બર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે શુક્રવારે વધુ ત્રણ ઢેલના મોત થતાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો હતો. જ્યારે ત્રણ ઢેલને હોસ્પિટલના આઇસીયુમાં રાખવામાં આવી છે.

મોતને ભેટેલી ચાર ઢેલને પીએમ માટે ખસેડી

જાંબુડામાં સાત રસ્તા ખાતે આવેલી બર્ડ હોસ્પિટલને જાણ થતા ટીમ રેસ્કયુ કરવા માટે ત્યાં પહોંચી હતી. દરમિયાન સાતેક ઢેલને અસર થઇ હતી અને એક ઢેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બાકીના તરફડી રહેલી ઢેલને તાબડતોબ સારવાર આપવા માટે જામનગરની બર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઢેલના ટપોટપ મોત કેવી રીતે થયા તેનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ જાંબુડા ખાતે કોઇ ચીજ ખાઇ લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી છે. આમ છતાં મૃત્યુનું સ્પષ્ટ કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા ઢેલના પીએમ કરાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે.

(માહિતી અને તસવીર: હસિત પોપટ, જામનગર)

X
ત્રણ ઢેલના સારવાર દરમિયાન મોતત્રણ ઢેલના સારવાર દરમિયાન મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી