Home » NRG » UK » native jamanagar young girl Becoming miss kenya 2018

મૂળ જામનગરની યુવતી ફિનાલી બની મિસ કેન્યા 2018, મિસ વર્લ્ડમાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:48 PM

ફિનાલીનો પરિવાર ત્રણ-ચાર દાયકા પહેલા વ્યવસાય અર્થે કેન્યાના નૈરોબીમાં સ્થાયી થયો હતો

 • native jamanagar young girl Becoming miss kenya 2018
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મૂળ જામનગરની યુવતી ફિનાલી બની મિસ કેન્યા 2018

  જામનગર: જામનગર નજીક આવેલા ખેરા બેરાજા ગામના મહાજન પરિવારની યુવતી ફિનાલી ગલૈયા મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટમાં વિજેતા બની છે. પોતાની બુદ્ધિક્ષમતા અને સુંદરતાથી અન્ય પ્રતિસ્પર્ધીઓને માત આપી હતી. આગામી સમયમાં ચીન ખાતે યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરશે.

  ફિનાલીનો પરિવાર ત્રણ-ચાર દાયકા પહેલા વ્યવસાય અર્થે કેન્યાના નૈરોબીમાં સ્થાયી થયો હતો

  મૂળ ખેરા બેરાજા ગામનો મહાજન પરિવાર ત્રણ-ચાર દાયકા પહેલા વ્યવસાય અર્થે કેન્યાના નૈરોબીમાં સ્થાયી થયો હતો. ગલૈયા પરિવારની 24 વર્ષીય ફિનાલી મિસ કેન્યા બનતા પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્રણ-ચાર દાયકા પહેલા રાજ્યમાં દુષ્કાળભરી સ્થિતિને કારણે જામનગર જિલ્લાના અનેક મહાજન પરિવારો કેન્યા ધંધાર્થે જતા રહ્યા હતા અને ત્યાં જ સ્થાયી થયા છે.

  મિસ કેન્યા કોન્ટેસ્ટમાં 26 યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી

  કેન્યા દેશની મિસ કેન્યા 2018 કોન્ટેસ્ટ માટે ઓડિસન લેવામાં આવ્યું હતું. જેમાં 26 યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ યુવતીઓ વચ્ચે ગત 8 સપ્ટેમ્બરના રોજ નૈરોબીના એક હોલમાં મિસ કેન્યા કોન્ટેસ્ટ યોજાઇ હતી. જેમાં અંતિમ ત્રણ યુવતીઓમાં મૂળ ભારતીય ફિનાલીની પસંદગી થઇ હતી. પરંતુ ફાઇનલ રાઉન્ડમાં અન્ય બે કેનીયન પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી ફિનાલી વિજેતા બની હતી.

  વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

 • native jamanagar young girl Becoming miss kenya 2018
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિનાલીનો પરિવાર કેન્યાના નૈરોબીમાં સ્થાયી છે
 • native jamanagar young girl Becoming miss kenya 2018
  ત્રણ-ચાર દાયકા પહેલા ફિનાલીનો પિરવાર કેન્યા જતો રહ્યો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ