જામનગરના લાપત્તા એન્જિનિયર યુવાનનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, આત્મહત્યા કર્યાનું ખુલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર

જામનગર: જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો યુવાન મંગળવારે રાત્રે ઘરેથી કંઇ કહ્યા વગર લાપત્તા બન્યા બાદ ગોરધનપરના પાટીયા પાસે લહેર તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બાબતે પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી છે.

ઘરેથી કહ્યા વગર બાઇક લઇ જતો રહ્યો હતો: પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં દિગ્વિજય પ્લોટ-54 વિસ્તારમાં પાણીના ટાંકા નજીક મહાદેવના મંદિર પાસે રહેતા અને ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા આશિષભાઇ લેખરાજભાઇ મંગે (ઉ.વ.21) નામનો યુવાન મંગળવારે મોડી સાંજે ઘરેથી બાઇક કોઇને કંઇ કહ્યા વગર નીકળ્યા બાદ રાત્રી સુધી પરત ન આવતા પરિવારજનો સહિત સગા સંબંધીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી. જયારે લાપતા યુવાનનો મોબાઇલ પણ બંધ આવતા પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ આ ગુમ થયેલા યુવાનનો મૃતદેહ ગોરધનપર પાટીયા પાસે લહેર તળાવમાંથી મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડને કોઇએ જાણ કરતા સવારે મૃતક યુવાનને બહાર કાઢતા પોલીસે કબજો સંભાળીને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પીટલમાં ખસેડ્યો હતો.