Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » જામનગર મેડિકલની પીજીની 58 સીટની માન્યતા રદ | Jamnagar Medical PG 58-seat cancellation

જામનગર એમ.પી.શાહ મેડિકલ કોલેજની પીજીની 58 સીટની માન્યતા રદ

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 12:56 AM

ઇન્સ્પેકશનમાં થોકબંધ ખામીના પગલે એમસીઆઇ દ્વારા કાર્યવાહી, કોલેજમાં અભ્યાસ અને પ્રેક્ટિસ કરતા તબીબોના ભાવિ સામે સવાલ

  • જામનગર મેડિકલની પીજીની 58 સીટની માન્યતા રદ | Jamnagar Medical PG 58-seat cancellation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    58 સીટ મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ રદ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.

    જામનગર: જામનગરની વર્ષો જૂની અને રાજયભરમાં જાણીતી એમ.પી.શાહ મેડીકલ કોલેજની પીજી વિભાગની 58 સીટ મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ રદ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.ઇન્સપેકશન દરમ્યાન થોકબંધ ખામી નીકળતા એમસીઆઇએ લીધેલા આકરા પગલાંથી તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે તો કોલેજમાં અભ્યાસ અને પ્રેકટીસ કરતા તબીબોના ભાવિ સામે સવાલો ઉઠયા છે.

    રાજયભરના તબીબી આલમમાં ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં દર વર્ષની જેમ વર્ષ-2017 માં એપ્રિલ મહીનામાં મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની ટીમ દ્રારા ઇન્સપેકશન હાથ ધરવામાં આવ્યું હતું.ઇન્સપેકશન દરમ્યાન મેડીકલ કોલેજના જુદા-જુદા વિભાગોમાં થોકબંધ ક્ષતિઓ જણાતા તેમજ ચાલુ ઇન્સપેકશન દરમ્યાન ધોર બેદરકારી દાખવામાં આવતા અને ખુદ ડીન રજા પર રહ્યા હતાં.આથી એમસીઆઇની ટીમે ઇન્સપેકશનનો રીપોર્ટ વડી કચેરીને કર્યો હતો.જેના પગલે એમસીઆઇએ મેડીકલ કોલેજની પીજી વિભાગની 58 સીટ રદ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે તો એમસીઆઇના આ નિર્ણયના પગલે કોલેજમાં અભ્યાસ અને પ્રેકટીસ કરતા તબીબી છાત્રોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.

    માન્યતા રદ થઇ નથી: ડો.નંદનીબેન દેસાઇ

    જામનગર મેડીકલ કોલેજના ડીન ડો.નંદનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે,મેડીકલ કોલેજની પીજી વિભાગની 58 સીટની માન્યતા રદ થઇ નથી.એમસીઆઇ દ્વારા મેડીકલ કોલેજમાં પરીક્ષા તેમજ જુદા-જુદા વિભાગોનું ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું.જેમાં સાત વિભાગોમાં અપૂર્તતા જણાતા પૂર્તતા કરવા જણાવાયું છે. જે પૈકી માઇક્રોબાયોલોજી વિભાગમાં પૂર્તતા કરી રીપોર્ટ મોકલવામાં આવ્યો છે અને બાકી વિભાગોમાં પૂર્તતાની કાર્યવાહી કરી રીપોર્ટ મોકલવામાં આવશે.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • જામનગર મેડિકલની પીજીની 58 સીટની માન્યતા રદ | Jamnagar Medical PG 58-seat cancellation
    સરકારને લાખો રૂપિયાનું નુકસાન

    સરકારને લાખો રૂપિયાનું નુકસાન

     

    એમસીઆઇએ જામનગર મેડીકલ કોલેજના પીજી વિભાગની 58 સીટ રદ કરી છે ત્યારે પુન: આ સીટને માન્યતા મળે તે માટે એક વિભાગ દીઠ રૂ.2 લાખથી વધુની રકમ ભરવી પડે.ત્યારબાદ એમસીઆઇની ટીમ પુન: ઇન્સપેકશન કરવા આવે અને માન્યતા મળે તે પ્રક્રિયા હોય સીટો રદ થતાં સરકારને લાખો રૂપિયાનું નુકશાન થયાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

     

    કયાં વિભાગની કેટલી સીટ રદ
    -ફોરેન્સીક મેડીસીન-2
    - પીએસએમ-7
    - ઇએન્ડટી-3
    - ફાર્મા-6
    - રેડીયોલોજી-6
    - એનેથેસ્યીયા-12
    - સાયકાટ્રી-2
    - સર્જરી અને ગાયનેક-20

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending