ગૌરવ / જામનગરના વકીલની પુત્રી કૌશલ્યાબેન ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યાં

jamnagar advocate's daughter MP in australia
X
jamnagar advocate's daughter MP in australia

  • નેશનલ ઇલેક્શનમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા
  • સ્નાતક થયા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા હતા

DivyaBhaskar.com

Jan 03, 2019, 10:13 PM IST

જામનગર: જામનગરના સિનિયર વકીલ વિરજીભાઇ વાઘેલાની મોટી પુત્રી કૌશલ્યાબેન ઓસ્ટ્રેલિયામાં સાંસદ બન્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા છે.

 

તસવીરો: હસિત પોપટ, જામનગર.

1

સમાજ સેવાની સાથે રાજકારણમાં સક્રિય થયા હતા

સમાજ સેવાની સાથે રાજકારણમાં સક્રિય થયા હતા
કૌશલ્યાબેન વાઘેલા નેશનલ ઇલેક્શનમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્યા છે. 20 વર્ષ પહેલા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. બાદમાં સ્થાનિક નાગરીકત્વ સ્વીકારી સમાજ સેવાની સાથે રાજકારણમાં સક્રિય થયા હતા. કૌશલ્યાબેનની સાથે તેની ત્રણ બહેનો કુસુમબેન, કોકીલાબેન, કાશ્મિરાબેન અને ભાઇ કમલ પણ ઓસ્ટ્રેલિયામાં રહે છે. 
 
2

1998માં ભાવનગરના દિનશભાઇ ચૌહાણ સાથે લગ્ન

1998માં ભાવનગરના દિનશભાઇ ચૌહાણ સાથે લગ્ન
કૌશલ્યાબેન વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી ઉચ્ચ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા હતા. 1998માં ભાવનગરના દિનેશભાઇ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ઉચ્ચ અભ્યાસ માટે બંને મેલબોર્ન ગયા હતા. સ્થાનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ દંપતિ ઓસ્ટ્રેલિયામાં જ સ્થાયી થઇ ગયું હતું. 
3

સ્થાનિક લેબર નેશનલ રૂલિંગ પાર્ટીમાં જોડાયા

સ્થાનિક લેબર નેશનલ રૂલિંગ પાર્ટીમાં જોડાયા
પિતા વિરજીભાઇએ જણાવ્યું હતું કે, મારી પુત્રી સ્થાનિક લેબર નેશનલ રૂલિંગ પાર્ટીમાં વર્ષો સુધી કાર્યરત રહ્યા બાદ તાજેતરમાં યોજાયેલી નેશનલ ઇલેક્શનમાં પાર્ટીએ મેલબોર્ન રીઝનની વેસ્ટર્ન મેટ્રો પોલીટનના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. 13 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઇ હતી અને 19 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. જેમાં વેસ્ટર્ન મેટ્રો પોલીટન પ્રાંતમાં મારી પુત્રીની સાથે કેસર મેલહેમ, ઇન્ગ્રીડ સ્ટિટ વિજેતા થયા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી