તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયામાં વાતાવરણ ખરાબ હોવાથી હજુ 48 કલાક દરિયો ન ખેડવા સૂચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાઃ ગુજરાત મત્સ્યોદ્યોગની કચેરી દ્વારા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા રહેલ હોવાથી દરિયામાં ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ બનનવાની શક્યતા રહેલ હોવાથી પહેલા 48 કલાક અને પૂન: 48 કલાક દરિયો ન ખેડવા સાગરખેડુઓને સુચના આપવામાં છે.અને તાકિદે કિનારે પરત ફરવા સુચના આપવામાં આવી છે.દેવભુમિ દ્વારકા જિલ્લાના 10 બંદરોની કુલ 5500 જેટલી માછીમારી બોટો કાર્યરત છે.જે પૈકિની 3100 જેટલી બોટો હજુ મધદરિયે છે.અને કિનારે પરત ફરવા માટે તંત્ર દ્વારા સંદેશો પાઠવાયો છે.અન્ય બોટને હજુ પણ 48 કલાક ટોકન ઇશ્યુ ન કરવા સુચના આપવામાં આવી છે.


આગામી 48 કલાક સુધી જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ


મત્સ્યોદ્યોગ અધિક્ષકની વડી કચેરી ગાંધીનગરથી આપવામાં આવેલ સુચના અન્વયે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલ છે. દરમિયાન ડિપ્રેશન તથા ત્યારબાદ સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતા રહેલ છે. જેથી દેવભુમિ દ્વારકાના તમામ મત્સ્યોદ્યોગ કેન્દ્રો પરથી માછીમારી કરવા જતી તમામ માછીમારી બોટોને તાત્કાલીક અસરથી ટોકન આપવાનું ફીશરીઝ ગાર્ડઝને સુચના આપવામાં આવી છે. તેમજ હાલમાં દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારી બોટોને તાત્કાલીક અસરથી પરત ફરી જવા સંદેશો પાઠવવામાં આવ્યો છે. તેમજ હજુ પણ દરિયામાં હવામાન ખરાબ હોવાથી આગામી 48 કલાક સુધી જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.


બોટો સાથે સંપર્ક સાધી કિનારે પરત ફરવા જણાવ્યું


ઓખા મત્સ્યોદ્યોગના આસીસ્ટન્ટ મદદનીશ અધિકારી જયદિપ બારડ સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.અને બેઠક બોલાવીને તમામ બોટોને પરત બોલાવવા સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.