તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન દ્વારિકાધીશને ચાંદીના પાત્રોમા ખુલ્લા પડદે જળાભિષેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા:  જેઠ સુદ અને પૂર્ણીમાં નક્ષત્રના દિવસે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે  પૂજન સાથે અભિષેક કરાવવામાં આવે છે. આ અભિષેક વર્ષમાં  બે વખત જ થાય છે. જેના માટે ભૂદેવો તથા બ્રહ્મ કન્યાઓ સોળે શણગાર સજીને દ્વારકાના ભદ્રકાળી મંદિર સ્થિત કુંડમાથી  જલને ભરીને કેશર કસ્તુરી,કપૂર અને અત્તર તથા ચંદન મિશ્રિત કરી જલવાસ એટલે કે,આ જલને ચાંદીના પાત્રોમાં આખી રાત રાખી સવારે શ્રીજીને તે જલથી અભિષેક કરાવવામાં આવે છે.સાંજના સમયે પ્રભુના ઉત્સવ સ્વરૂપે જગત મંદિર ગર્ભગૃહમાં જલનો મોટો કુંડ બનાવી નાવ મનોરથ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...